National

હત્યા પહેલા શ્રદ્ધા અને આફતાબ વચ્ચે થયો હતો ઝઘડો, પોલીસને મળ્યા આ પુરાવા

નવી દિલ્હી: શ્રદ્ધા મર્ડર કેસમાં (Shraddha Murder Case) દિલ્હી (Delhi) પોલીસને મોટા પુરાવા (Proof) મળી આવ્યા છે. આફતાબ (Aftab) શ્રદ્ધા દિલ્હીમાં લિવઈન રિલેશનશીપમાં (Live-in-Relation Ship) રહેતા હતા. લગ્ન માટે બંને વચ્ચે ઝઘડાઓ થતા આફતાબે 18 મેના રોજ તેની પાર્ટનર શ્રદ્ધાની હત્યા (Murder) કરી તેના ટૂકડા કરી નાખ્યા હતા. ત્યારે હવે દિલ્હી પોલીસને શ્રદ્ધા મર્ડર કેસમાં પુરાવવા મળતા તપાસ આગળ વધારી છે. ધરપકડ બાદ આફતાબે પોતાનો ગુનો માની લીધો હતો. ત્યાર બાદ આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આફતાબે હત્યા કરી હોવાના સબૂતો પોલીસ એકઠા કરી રહી છે ત્યારે દિલ્હી પોલીસને આ હત્યા પહેલાનો એક ઓડિયો મળી આવ્યો છે.

પોલીસને આફતાબનો એક ઓડિયો મળ્યો છે. આમાં આફતાબ શ્રદ્ધા સાથે ઝઘડો કરી રહ્યો છે. આ ઓડિયોમાં આફતાબ અને શ્રદ્ધા વચ્ચે દલીલ સાંભળવા મળે છે. આટલું જ નહીં ઓડિયો પરથી સાબિત થાય છે કે આફતાબ શ્રદ્ધાને ટોર્ચર કરતો હતો. દિલ્હી પોલીસ આ ઓડિયોને મોટો પુરાવો માની રહી છે. તપાસ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ ઓડિયો હત્યાના હેતુને જાણવા માટે હત્યાની તપાસમાં આગળ વધશે. આ ઓડિયો સાથે આફતાબના અવાજને મેચ કરવા પોલીસ તેના અવાજના નમૂના લેશે. CBIની CFSL ટીમ આફતાબના અવાજના નમૂના લેશે.

આફતાબનો નાર્કો ટેસ્ટ થયો
આફતાબ હાલ તિહાર જેલમાં બંધ છે. CBI તેમને સોમવારે સવારે 8 વાગ્યે તિહાર જેલમાંથી લઈ જશે. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે. અગાઉ તેણે પોલીગ્રાફ ટેસ્ટનો સામનો કર્યો હતો.

18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી
પોલીસ પૂછપરછમાં આફતાબે જણાવ્યું હતું કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબ શ્રદ્ધાનો પ્રેમી હતો. બંને મુંબઈના રહેવાસી હતા અને થોડા દિવસ પહેલા જ દિલ્હી શિફ્ટ થયા હતા. દિલ્હીમાં બંને મહેરૌલીમાં ફ્લેટ લઈને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. આફતાબે જણાવ્યું હતું કે 18 મેના રોજ તેની શ્રદ્ધા સાથે ઝઘડો થયો હતો. આ પછી તેણે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ત્યારબાદ આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. આફતાબે આ ટુકડાઓ ફ્રિજમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે શ્રદ્ધાના મૃતદેહનો ટુકડો મેહરૌલીના જંગલમાં ફેંકવા જતો હતો.

આફતાબની 12 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી
શ્રદ્ધાની હત્યા બાદ પણ આફતાબ એ જ ફ્લેટમાં રહેતો હતો. તેણે શ્રદ્ધાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો પણ ઉપયોગ કર્યો જેથી કોઈને તેની હત્યાની શંકા ન જાય. આફતાબે શ્રદ્ધાના ખાતામાંથી 54 હજાર રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા. પોલીસ શ્રદ્ધાના મોબાઈલ લોકેશન અને બેંક ખાતાની વિગતોની મદદથી આફતાબ સુધી પહોંચી હતી. પોલીસે 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરી હતી.

Most Popular

To Top