Comments

નરેન્દ્ર નામે એક રાજા હતો….

નરેન્દ્ર નામે એક રાજા હતો. તે એક મસમોટા સામ્રાજય પર શાસન કરતો હતો – ઘરથી માંડીને હિંદુઓના સૌથી પવિત્ર મંદિર સુધી. તેના વંશ અને આ મહાન મંદિરના આશ્ચયદાતા હોવાથી તેમને લોકો દૈવી સ્વરૂપ માનતા હતા. છતાં તેને સંતોષ નહોતો. તેણે પોતાના પુરોગામી રાજાઓ કરતાં વિશિષ્ટ સ્થાન પામવા અને અનુગામી રાજાઓને પણ નહીં મળે તેવું માન અંકે કરવાની ઇચ્છા રાખી. અને પોતાને માટે તથા પોતાની પ્રજા માટે એક નવી રાજધાની સ્થાપી અને તેને નામ આપ્યું-નરેન્દ્રનગર.

આ કંઇ પૌરાણિક કે પ્રાચીન વાર્તા નથી. સાચી છે અને તે એક સદી પહેલાંની છે. આ રાજા નરેન્દ્ર શાહ તેહરી ગઢવાલ પર રાજ કરતો હતો અને તેમનો પરિવાર બદરીનાથ મંદિરનો વહીવટ સંભાળતો હતો. નરેન્દ્રનગરનું બાંધકામ ઇ.સ. ૧૯૧૯ માં સમાપ્ત થયું હતું.

ગઢવાલની તળેટીમાં મારા એક બાળક તરીકેના ઉછેર દરમ્યાન મેં નરેન્દ્રનગરની વારંવાર મુલાકાત લીધી હતી. અમદાવાદના એક મોટા ક્રિકેટ સ્ટેડિયમને નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું તે ખબર પડી ત્યારે આ સ્થળની સ્મૃતિઓ અને તેના ઉદ્‌ભવની વાતો મારા મગજ પર તાજી થઇ ગઇ.

આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદીના નામ પરથી કેવી રીતે પડયું તેની પૂરી વિગતો કયારેય જાહેર નહીં થાય. એક બ્રિટીશ અખબારમાં મથાળું હતું: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પોતાનું નામ આપે છે. લાગે છે કે આ વિચાર મૂળત: ભારતીય ક્રિકેટના વહીવટમાં પારિવારિક રસ ધરાવતા એક ગુજરાતી રાજકારણીના મનમાંથી આવ્યો હશે, જેથી બે કામ થાય: પોતાના માલિકની ખુશામત પણ થાય અને પોતાના વંશ વિશેની ટીકાઓ પણ બંધ કરાવી શકાય.

ગમે તે હોય એક કાર્યરત વડા પ્રધાન આ રીતે નામ બદલી પોતાનું નામ મૂકવા દે, તેને પ્રોત્સાહન આપે અને પોતાનું ગૌરવ લોકશાહી દેશમાં દાવ પર લગાવે તે ઘટનાની એક ટવીટરીયાના નિર્દેશ મુજબ હિટલરશાહી જ હોઇ શકે.

૧૯૩૦ ના દાયકામાં સ્ટરગાર્ડમાં ફૂટબોલ સ્ટેડિયમને હિટલરે પોતાનું નામ આપવા દીધું હતું, પ્રોત્સાહન આપ્યું હતું અથવા પહેલ કરી હતી. હિટલર ઉપરાંત મુસોલિની, સદ્દામ હુસૈન અને કિમ ઇલ સુંગે પણ પોતે સત્તા પર હતા ત્યારે જ સ્ટેડિયમોને પોતાનાં નામ આપ્યાં હતાં.

દરેક રાજકારણીને પોતાને માટે ખૂબ ઊંચો અભિપ્રાય હોય છે. આ ધંધાની આ જરૂરિયાત છે. આમ છતાં એક પ્રજાસત્તાકમાં રાજકારણીઓએ લોકશાહી પ્રક્રિયાનું મહત્ત્વ સમજવું જોઇએ અને પોતે જે પદ સંભાળે છે તેનાથી મોટા પોતાને કયારેય સમજવા નહીં જોઇએ.

રાજા પોતાની રીતે રાજય પ્રાપ્ત કરે પણ લોકશાહી ઢબે ચૂંટાયેલા કોઇ પણ વડા પ્રધાન કે રાષ્ટ્ર પ્રમુખે પોતાને દેશનો પર્યાય નહીં સમજી લેવો જોઇએ. અફસોસ એ છે કે વિશ્વના સૌથી જૂના પ્રજાસત્તાકોમાં નેતાઓ પણ આ વાત પર ધ્યાન નથી આપતાં.

ફ્રાંસના પર્યાય બનવાની ચાર્લ્સ દ’ગોલે કોશિશ કરી. અમેરિકી ઇતિહાસકાર આર્થર શશિગેરે (જુનિયર) એ નિયંત્રણો અને સમતુલાની ‘ઐસી કી તૈસી કરી લોકશાહી રાજકારણીઓને બદલે રાજાઓની જેમ વર્તનારા પોતાના દેશના એ નેતાઓને સામ્રાજયવાદી પ્રમુખો ગણાવ્યા હતા.

આપણા દેશમાં આવા ત્રણ સામ્રાજયવાદી વડા પ્રધાન થઇ ગયા. જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી અને હવે નરેન્દ્ર મોદી. આ તમામ પક્ષ અને સરકારમાં પોતાના સાથીઓ કરતાં ઊંચા દેખાયા. નેહરુ અને ઇંદિરાને તો તેઓ પદ પર હતા ત્યારે જ ‘ભારત રત્ન’નું દેશનું સર્વોચ્ચ સ્થાન મળી ગયું. નરેન્દ્ર મોદી પણ એવું જ કરશે?

માથું ખંજવાળવા જેવી વાત તો એ છે કે સ્ટેડિયમને નરેન્દ્ર મોદીનું નામ અપાયું તે સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના આ સમારંભમાં મુખ્ય મહેમાનપદે રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદ હતા. ૨૦૨૨ કે ૨૩ માં મોદીને ‘ભારત રત્ન’ અર્પણ કરવાના સમારંભની આગાહી રૂપે તો આ નથી ને!

મને નથી લાગતું. તેનાં બે કારણ છે: મોદીએ પોતાના પુરોગામીઓથી પધ્ધતિસરનું અંતર રાખવા માંડયું છે. તેમને પોતાની જાત કરતાં વધુ મોટી મહત્ત્વાકાંક્ષા છે. તે હેતુ અને ઇંદિરાએ પોતાને પ્રજાસત્તાકનું સર્વોચ્ચ ગૌરવ મળે તેને મંજૂરી અથવા પ્રોત્સાહન આપ્યાં હતાં. નરેન્દ્ર મોદી મોટો તાયફો કરશે. ખુદ રાજધાનીને સ્થાપત્યમાં નવો ઘાટ આપવા સ્મારકો માટે ઉડાઉ તાયફા કરશે.

મે-૨૦૧૪ માં શપથવિધિ પછી ટૂંકા સમયમાં જ મોદીએ કહ્યું હતું કે મુઝે બારહ સો સાલકી ગુલામી મીટાની હૈ. તે સમયે મને એક યુવાન લેખકે કહ્યું હતું કે મોદીની મહત્ત્વાકાંક્ષા આમાંથી બહાર આવે છે. મોદીના મતે હિંદુઓ લાંબો સમય ગુલામ રહ્યા અથવા તેના પર વિદેશીઓએ રાજય કર્યું. હવે મોદી હિંદુઓને તેમનું ગૌરવ પાછું અપાવવા આવ્યા છે. મોદી એવું સૂચવે છે કે તે દેશને એક કરનાર પ્રથમ હિંદુ શાસક છે.

શિવાજી મહારાજ અને પૃથ્વીરાજ ચૌહાણની શૂરવીરતા અને મહાનતાને પ્રણામ કરવા સાથે તેઓ ઉપખંડનો બહુ નાનો હિસ્સો કબજે કરી શકયા હતા. તેઓ બૌધ્ધ અશોક કે મોગલો કે બ્રિટીશરો જેટલા સફળ નહોતા થયા. શિવાજી મહારાજ કેટલાક રાજ જે નહીં કરી શકયા તે તે હિંદુઓને કરી બતાવવાની મોદીની નેમ લાગે છે.

પોતાની મહાનતા અને સાર્વભૌમત્વ બતાવવા ભૂતકાળમાં ઘણી વાર રાજાઓ નવી રાજધાની બનાવતા અને નરેન્દ્ર શાહે પણ એવું જ કર્યું હતું. તેના થોડાં વર્ષ પહેલાં ઇંગ્લેન્ડના પંચમ જયોર્જે પણ કલકત્તાથી પોતાની રાજધાની ખસેડી દિલ્હી લાવવાનું કામ કર્યું જ હતું. શાહજહાં પણ પોતાની રાજધાની આગ્રાથી ખસેડી દિલ્હી લઇ ગયો હતો અને જાતે દેખરેખ રાખી ભવ્ય ઇમારતો બંધાવી હતી અને પછી નામ આપ્યું હતું-શાહજહાંબાદ.

અભિષેક કૈકર નામના ઇતિહાસકારે ‘ધ કિંગ એન્ડ પીપલ’ પુસ્તકમાં લખ્યું છે કે શાહજહાં પોતાની ફરિશ્તા તરીકેની છબી પ્રજાજનો સમક્ષ ઉપસાવવા તત્પર રહે તો અને તેની ઇમારતો બનાવવામાં તેનું ખાસ ધ્યાન રાખતાં.

નરેન્દ્ર મોદી પણ એ જ માર્ગે ચાલે છે અને તેમની સેવામાં રેડિયો, ટેલિવિઝન, વ્હોટસએપ, વેબસાઇટ, ઇન્સ્ટાગ્રામ, વિગેરે છે. સાથીઓ કે હરીફો સાથેનો નરેન્દ્ર મોદીનો વ્યવહાર એકસરખો છે. સંસદમાં ચર્ચાનો તેમણે એકડો કાઢી નાંખ્યો છે.

પત્રકારો સાથે કોઇ વ્યવહાર નથી રાખ્યો. મનકી બાત એકતરફી રહી છે. તેમની કાયરતા છે કે બહાદુરી? ક્રિકેટ સ્ટેડિયમનું નામાભિધાન કે ભારતરત્ન પર્યાપ્ત થઇ રહેશે? મોદી બ્રિટિશરો અને મોગલોને પંથે જઇ રહ્યા છે? તેમણે ચારસો વર્ષ પછી હિંદુત્વ રાષ્ટ્ર તેમના નામની ઇમારતોનું ગૌરવ લેશે? લાગતું નથી.

પ્રાચીન ઇમારતો જેવી ભવ્યતા નવી ઇમારતોમાં આવશે? નવી દિલ્હીને નવો ઓપ આપવાની યોજના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ’ તરીકે ઓળખાય છે.

જૂની ઇમારતોને સ્થાને આત્મનિર્ભર ઇમારતો આવશે. નરેન્દ્રનગર તો એક સૈકા પહેલાં બની ગયું. હવે ‘નરેન્દ્ર મહાનગર’ બનશે કે ‘મોદીયાબાદ’?

            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top