આપણે રાતોરાત બધું મેળવી લેવું છે. એના માટે મહેનત કરવાને બદલે બસ માંગ માંગ જ કર્યા કરીએ છીએ. આપણે પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચે અટવાયા કરીએ છીએ. રામાયણ મહાભારતમાં પણ અનેક ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે કર્મનું ફળ બધાએ ભોગવવું જ પડે છે. એ બધી માનવી નીતિ રામે બતાવી. આપણે આપણી વિવેકબુદ્ધિ તર્કશકિતનો ઉપયોગ કરવાની જરૂર છે. ભગવાને એક ભૂલ કરી છે કે જેમનામાં માનવતાનો છાંટો પણ નથી એ પણ આપણા જેવા માણસ જ દેખાય છે. ધર્મ તમને ધક્કામુકકી પડાપડી ક્યારેય શીખવતો નથી.
ધર્મ તમને શાંત શાલિન અને સરળતા શીખવે છે. માનવમાત્ર પ્રત્યે દયા, કરુણા, અનુકંપા રાખવાનું શીખવે છે. ધર્મ હમેશાં જોડવાનું કામ કરે છે. હિંસાનું ધર્મમાં સ્થાન હોઈ શકે જ નહીં. તમે તમારા પરિવાર માટે બે સમયના ભોજન માટે ઈમાનદારીથી બે પૈસા કમાઈ લાવો છો. તે પણ એક ભક્તિ જ છે. બધા જ ધર્મો સારા અને શ્રેષ્ઠ છે જ. આપણે ધર્મ અને ભક્તિને વ્યાપક અને સાચા અર્થમાં સમજવાની જરૂર છે. માણસને માણસ સમજવાની જરૂર છે. માણસમાં પણ ભગવાન વસેલો છે એ સમજાવવામાં આપણે કાચા પડીએ છીએ. સખત મહેનતનો કોઈ જ વિકલ્પ નથી. નીતિ નિયમથી ચાલો, કર ભલા તો હો ભલા સૂત્ર આજે પણ સાર્થક છે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)