વડોદરા : વડોદરા શહેરના રાજમાર્ગો પર હજારોની સંખ્યામાં રીક્ષાઓ દોડી રહી છે. પરંતુ રાજમાર્ગો પર હજારો રીક્ષાઓ માટે પૂરતા સ્ટેન્ડ પણ નથી. કે તેઓ રીક્ષાઓ પાર્કિંગ કરી શકે. તેથી રીક્ષા ચાલકો જેમ આવે તેમ પાર્કિંગ કરી દેતા હોય છે. ઘણી વાર ચાલતી રીક્ષાઓ પણ જાહેર માર્ગ પર ઉભી કરી દે છે. જેથી પાછળથી આવતા વાહન ચાલક માટે અકસ્માતમાં પરિણામે છે અને અકસ્માત સર્જાય છે. ચાલકો વચ્ચે ઘર્ષણ ના બનાવ પણ બને છે.
વડોદરા શહેરની વાત કર્યે તો શહેરના રાજમાર્ગો પર ૭૦,૦૦૦ હજાર થી પણ વધુ રીક્ષાઓ રાજમાર્ગો પર દોડે છે. આ રીક્ષાઓ માટે ન તો પાલિકા કે ટ્રાફિક વિભાગ દ્વારા તેમની માટે કોઈ મલ્ટીસ્ટાર બહુમાળી પાર્કિંગ તો ઠીક પણ તેમની માટે કોઈ પાર્કિંગ જ નથી. પાર્કિંગ સિવાય તેમની પાસે રાજમાર્ગો પર રીક્ષાઓ ઉભી રાખવા માટે કોઈ સ્ટેન્ડ જ નથી. ત્યાં સ્ટેન્ડ આપેલ છે ત્યાં સ્ટેન્ડમાં ઉભી રખાય તેટલી જગ્યા કરતા રીક્ષાઓ વધારે હોય છે. તેને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા રહે છે. મહત્વનું તો એ છે કે રીક્ષા સ્ટેન્ડમાં પાર્કિંગ થઈ શકે એના કરતા વધુ રીક્ષા હોવાથી ચોરી લૂંટફાટના બનાવો વધુ બને છે.
રીક્ષાનો લુટ-ફાટ, ચોરી અને દારૂની ખેપ મારવા માટે બુટલેગરો દ્વારા રીક્ષા નો ઉપયોગ કરવામાં આવે છે. રીક્ષા નો ઉપયોગ પરપ્રાંતિયો દ્વારા ચોરી લુટ-ફાટ માટે કરે છે. બુટલેગર દારૂની ખેપ મારવા માટે રીક્ષા નો ઉપયોગ કરતા હોય છે. પરપ્રાંતિયો દ્વારા રીક્ષામાં ત્રણ પેસેન્જર તેમના જ હોય છે અને એક પેસેન્જર બહારનો હોય છે. જે પેસેન્જર જોડે ચોરી કે લુટ-ફાટ કરીને પરપ્રાંતીય રીક્ષા ચાલક ત્યાંથી નીકળી જાય છે. તેને કારણે શહેરીજનોને રીક્ષા ચાલકોને કડવો અનુભવ થાય છે. જ્યારે બુટલેગર દ્વારા દારૂનો વેપલો કરવા માટે પણ રીક્ષાનો ઉપયોગ કરે છે. રીક્ષામાં ખેપિયા દ્વારા ખેપ મારી ને બુટલેગર સુધી દારૂ પહોચાડવામાં આવે છે. તેને કારણે બીજા રીક્ષા ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
શહેરમાં 35 હજારથી 55 હજાર સુધી રિક્ષા બારકોડ થયેલ છે
શહેરના રાજમાર્ગો પર ૭૦,૦૦૦ થી પણ વધુ રીક્ષાઓ દોડે છે. તેમાં ૩૫,૦૦૦ થી ૫૫,૦૦૦ સુધી રીક્ષાઓને બારકોડ લગાવવામાં આવ્યા છે. આ બારકોડ થી રિક્ષાચાલકની આખી માહિતી મળે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શહેરમાં સૌથી વધુ રીક્ષા સ્ટેન્ડ છે. રીક્ષા સ્ટેન્ડ ન હોવાને કારણે રીક્ષા ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેથી અમે રીક્ષા સ્ટેન્ડ માટે માંગણી કરી હતી. પરંતુ અમને રીક્ષા સ્ટેન્ડ માટેની જગ્યા મળતી નથી. રીક્ષા સ્ટેન્ડ માટેની માંગણી દર છ મહિને કરીએ છે. પરંતુ આ માંગણીનો કોઈ નિકાલ આવતો નથી. આની સરકાર પાસે પણ ઘણી વાર માંગણી કરી હતી. હું નોન પોલીટીકલ હોવાને કારણે આ માંગણી સંતોષાતી નથી. એવું મને લાગે છે. મને ઘણી બધી રાજકીય પાર્ટીઓ ઓફર પણ કરી છે. ઘણા બધા ભાજપના મળતિયાઓને લીધે અમારા રીક્ષા ચાલકોનું કોઈ સાંભળતું નથી. અને રીક્ષા સ્ટેન્ડ મળતા નથી. – જીવન ભરવાડ, રિક્ષા એસોસિએશનના પ્રમુખ
બારકોડ લગાવાથી રિક્ષા ચાલકની પૂરેપૂરી વિગત મળી છે
બારકોડ થી થતા ફાયદા રીક્ષામાં બારકોડ લાગવાથી રીક્ષા ચાલકની પુરેપુરી વિગત મળી આવે છે. રીક્ષા ચાલક ક્યાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી આવે છે, તે પેસેન્જરને પણ જાણ થાય છે. કારણ કે રીક્ષામાં રીક્ષાની આગળ – પાછળ અને રીક્ષાની અંદર પેસેન્જર જ્યાં બેસે છે ત્યાં લગાવવામાં આવે છે. આ બારકોડ પેસેન્જરને દેખાય તે રીતે પોલીસ સ્ટેશનમાંથી લગાવવામાં આવે છે. જેને કારણે પેસેન્જરને હાલાકીનો સામનો કરવો પડતો નથી.
ગેસના ભાવ વધારાને પગલે બધા રીક્ષા ચાલકની હાલત બહુ જ કફોડી છે
સૌથી પહેલા તો અમે ઘરે થી નીકળીએ તો ગેસ ભરાઈ કે રીક્ષા ભાડું આપીએ એજ ખબર નથી પડતી. કારણ કે કુદકેને ભૂસકે ગેસના ભાવ વધતા જ જાય છે. પેસેન્જરો ઉનાળાની ગરમીને લીધે ઘરની બહાર નીકળવાનું ટાળે છે. તેને કારણે રીક્ષા ચલાવી અમારા માટે ખુબ અઘરું થાય ગયું છે. ધંધો થતો નથી. તદુપરાત દિવસમાં ૫૦૦ થી ૬૦૦ રૂપિયાનો ધંધો થાય છે. તેમાં ગેસ ભરાઈ કે ઘરમાં આપીએ કે છોકરાઓને ભણાઇએ તે ખબર પડતી નથી. – પ્રકાશ જાદવ, રીક્ષા ચાલક