Charchapatra

ગુજરાતમાં  મોંઘવારી નથી

હમણાં કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેંશનરો માટે જાન્યુઆરીથી ત્રણ ટકા મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી. તે પૂર્વે ગત જુલાઈ માસમાં પણ ત્રણ ટકા મોંઘવારી ભથ્થું વધારેલું. આ બંને વધારા ગુજરાતના કર્મચારીઓ, પેંશનરોને માટે હજી જાહેર થયાં નથી. સાતમા પગારપંચના તફાવતનાં નાણાં પાંચ હપ્તામાં ચૂકવવાનું નક્કી કરેલું, પણ હજી ક્યાંક એક કે ક્યાંક બે હપ્તા જ ચૂકવાયા છે. ફિક્સ ડિપોઝિટના ઘટતા વ્યાજદરો પછી વ્યાજની આવક પર જીવતા વરિષ્ઠ નાગરિકોની હાલત કફોડી છે. ઉપરથી મોંઘવારી વધે છે છતાં ગુજરાત સરકાર કર્મચારીઓ અને પેંશનરોને મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરતી નથી અથવા બહુ વિલંબથી કરે છે, જે અસહ્ય છે. કદાચ ગુ.સરકાર એવા ભ્રમમાં છે કે ગુજરાતમાં મોંઘવારી નથી! અથવા ગુજરાતની પ્રજા બહુ સહનશીલ છે!
સુરત     – સુનીલ શાહ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top