Charchapatra

મોબાઇલ દૂષણ છે પણ તેનાથી છૂટકારો નથી

સરકાર પ્રજાનાં ભલા માટે પ્રથમ વિનંતી કરે છે અને ત્યારબાદ વિનંતીની અવગણના થતાં કાયદાનું સ્વરૂપ આપે છે. પરંતુ આજનો સમય જોતાં કાયદાનું પાલન થાય એવુ નથી. પ્રજા તો સરકારનાં કેટલા બધાં કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. અને મૃત્યુ તથા આપઘાતનો ભોગ બને છે. મોબાઇલ-સ્માર્ટ ફોનનું ચલણ એટલી હદે પહોંચી ગયું છે કે તેના પર કોઇપણ સરકાર નિયંત્રણ લાવી શકે એમ નથી. આધુનિક માતા-પિતા જ બાળકને મોબાઇલ આપે છે. નોકરી કરતાં કે ધંધો કરતાં માબાપોને પોતાના સંતાનની ઘણો સમય અલિપ્ત રહેવું પડે છે એટલે મોબાઇલ સારામાં સારું સાધન લાગે છે.

પહેલાંના સમયમાં પણ માબાપો બાળકોથી કંટાળી જાય ત્યારે બહાર શેરીમાં રમવા જવાની સલાહ આપતાં હતાં. આજે શેરીઓની રમત જ બંધ થઇ ગઇ એટલે એની જગ્યા પર મોબાઇલ આવી ગયો. આજનો સમય એવો ચાલે છે કે પ્રજા કોઇ આદર્શને અપનાવતી નથી. બધાં આદર્શની મજાક ઉડાવે છે અને તેને પાળનારા લોકોને મહત્ત્વ આપવા તૈયાર નથી. આજે તો માબાપો જ એટલા બધાં કાયદાઓનું ઉલ્લંઘન કરે છે તો એના સંતાનોને કેવી રીતે સમજાવી શકે. ટુ વ્હીલર અને ચારચક્રી વાહનોને ચલાવવાની સ્પીડ આરેનાં કાયદાઓનું ઉલ્લઘંન મોત અને અકસ્માતોને નિમંત્રણ આપનારાઓનું અનુકરણ તેમનાં સંતાનો કરવાનાજ છે.

તેમ મોબાઇલ કે સ્માર્ટ ફોનના ઉપયોગનું અનુકરણ પણ કરવાનાં જ છે. આજના સમયમાં તો કોઇ ઉપાય દેખાતો નથી. સરકારને પણ લાચાર સ્થિતિમાં બેસી રહેવું પડે છે. આજે સ્માર્ટફીને દુનિયાને હાથમાં મૂકી દીધી છે કે એનાં પર નિયંત્રણ લાવવું લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. સ્માર્ટફોનમાંથી બાળકો ઘણી બધી બિભત્સ વાતો શીખે છે. માટે આજની સમય તો સ્માર્ટ ફોન પર નિયંત્રણ લાવવા લાચાર છે. જેટલાં કાયદા બનાવો તેની પાછળ તેજ ઉલ્લંઘન અને ચોરી-ચપાટી રાહ જોઇને જ બેઠા હોય છે. પ્રજા વિચારે !
પોંડીચેરી – ડો. કે.ટી.સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top