હમણાં ગાંધી જયંતી ગઇ. પ્રતિષ્ઠા શું હતી તેનું ઉદાહરણ સત્યાગ્રના એ દિવસો તા. મુંબઇના લેમિંગન રોડ પર પોલીસ સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળું આવ્યું હતું. પોલીસની ગાડીમાં નીરતાથી ઘૂસીને લોકો પોતાની ધરપકડ કરાવી લેતા હતા. એ ભીડમાં એક યુવતી હતી. પોતાના શરીર પરના ઘરેણાં એણે ઉતાર્યા. બાજુવાળા એક ભાઇના હાથમાં મૂક્યા. પોતાનું નામ સરનામું આવ્યું અને કહ્યું, આટલા ઘરેણાં માટે ઘેર પહોંચાડી દેજો અને કહેજો કે હું સત્યાગ્રહમાં જાઉં છુ. પેલા ભાઇએ સવાલ કર્યો બહેન આપણે તો કોઇ ઓળખાણ પણ નથી એ આ ઘરેણા હું તમારે ઘેર પહોંચાડીશ દઇશ એવો ભરોસો કેવી રીતે રાખો છો. તમારા શરીર પર ખાદીને માથે ગાંધીટોપી છે ને એટલે?
સુરત – ડાહ્યાભાઇ હરીભાઇ પટેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિશ્વયુદ્ધનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે
ઇઝરાયલ પેલેસ્ટાઇન યુધ્ધમાં લેબનોન અને હવે ઈરાને પણ સીધું જંગમાં ઝુકાવતાં ઈસાઈ અને મુસ્લિમ દેશો વચ્ચે ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે. તે યુદ્ધ હવે વિશ્વયુદ્ધમાં પરિણમે તેવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. માંડ ગુજરાત જેટલું ક્ષેત્રફળ ધરાવતું ઇઝરાઇલ ખરેખર શક્તિશાળી છે કે અને અમેરિકાની મદદથી તે અનેક મુસ્લિમ દેશોને એક સાથે અનેક મોરચે ટક્કર આપી રહ્યું છે. સમગ્ર એશિયામાં અમેરિકા પોતાનું વર્ચસ્વ જમાવવા ઇઝરાઇલને મહોરું બનાવી હથિયારો અને તમામ પ્રકારની મદદ પૂરી પાડીને શક્તિશાળી ઇઝરાઇલને વધુ શક્તિશાળી બનાવ્યું છે.
તેમાં મૂળ મધ્ય એશિયામાં પોતાનું પ્રભુત્વ જમાવવા અને હથિયારોની દુકાન સતત ચાલુ રહે તેવો અમેરિકાનો મૂળ હેતુ રહેલો છે. હથિયારો વેચવા અને પોતાનું પ્રભુત્વ જમાવવા અમેરિકા કોઈ પણ હદે જઈ સમગ્ર એશિયામાં પોતાની પકડ મજબૂત કરવા મરણિયું થયું છે. ઇઝરાયેલ પેલેસ્ટાઇનનું શરૂ થયેલું યુદ્ધ જે અમેરિકાએ વધુ ભડકાવતા હવે યુદ્ધ વિસ્તરતું જાય છે અને તેનું જવાબદાર ઇઝરાયેલ પેલેસ્ટાઇન પછી અમેરિકા પોતે જ છે. જો અમેરિકા ઇઝરાયેલને પીઠબળ પૂરું ના પાડે તો પછી આ યુદ્ધ કોઈ પણ સંજોગોમાં આગળ વધી શકે તેમ નથી.
સુરત – વિજય તુઈવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.