નવસારીના વલ્લભ એસ્ટેટથી છાપરા ગામ સુધીના રસ્તાને પહોળો કરી વન-વે કરવાની તાતી જરૂર છે. આ રસ્તા પર ખૂબ ટ્રાફિક રહે છે. આ રસ્તાની બાજુમાં ચારેક શાળાઓ છે, બે બેંકો પણ છે. આથી માનવમહેરામણ ઉભરાય છે. ગાયો અને આખલાઓ ટ્રાફિકને જામ પણ કરે છે. અગાઉ વાહનની અડફેટમાં એક સ્ત્રીનું મૃત્યુ પણ થયું હતું. (આશાદીપ સોસાયટીની) કે વલ્ય ધામ સોસાયટીથી રસ્તો વલ્લભ એસ્ટેટ સુધી નીચો છે. અહીં વરસાદ પડતાં ખૂબ પાણી ભરાય છે એને કારણે રસ્તો તૂટે પણ છે. રસ્તાની બંને બાજુ લારીવાળો (ખાદ્ય પદાર્થની) અને શાકભાજીવાળા બેસે છે અને અન્ય વસ્તુઓ વેચનારા પણ રસ્તાની બાજુમાં બેસે છે. આથી આ રસ્તાને પહોળો કરી વન-વે કરવાની તાતી જરૂર છે. નવસારી નગરપાલિકા આ અંગે કંઈ વિચારી પગલાં ભરશે ખરી?
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
લાગણીહિન થતા જતા સંતાનો
વિદેશી ભણતરના બહાને સ્થાયી થતા સંતાનો લાગણીહિન થતા જાય છે. આ માટે દિકરાઓ જવાબદાર નથી પણ વિદેશી કલચરનું વળગણ છે. માતા પિતાને બોલાવવાનું બહાનું બેબી સીટરની ભૂમિકા ભજવવાનું છે. વિદેશી લાગણીહિન સમાજમાન આપણા દેશીઓને ગોઠતુ નથી. દિકરાઓ વાર તહેવારે સામાજીક પ્રસંગો નિભાવવા થોડા દિવસો તે પણ દેશી ટુરમાં બુકીંગ કરાવી લે છે. ખાસ કરીને તેઓનું મુડી રોકાણ માલ મિલકત કે કિંમતી ઝવેરાતમાં હોય છે.
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.