ક્શનવાળી ફિલ્મોમાં તો બને છે ને બનતી રહેશે પણ હવે તેની પર VFXનો પ્રભાવ એટલો વધી ગયો છે કે રિયલ એક્શન સ્ટાર રિયલ એક્શન કરે તેનાથી વધારે તેનો પ્રભાવ છે. ટાઇગર અત્યારનો બેસ્ટ એક્શન સ્ટાર છે એવુ ઘણા માને છે પણ તો ય ટાઇગર પોતાની જગ્યા શોધી રહ્યો છે. સંજય દત્ત, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, અજય દેવગણ વગેરેએ એક્શન કરી લીધી અને સલમાન, શાહરૂખ એક્શન સ્ટાર નહોતા તોય એક્શન ફિલ્મો કરી ગયા. રિત્વિકમાં તો એક્શન, ડાન્સ છે અને ખૂબ સારો અભિનેતા છે. ખૂબ હેન્ડસમ છે. આ બધા એક્શન ફિલ્મોમાં ચાલ્યા ત્યારે સ્ટોરી પણ હતી અને તેમના માટે ખાસ લખાયેલા પાત્રો હતા. ટાઇગર શ્રોફ આવી ફિલ્મો વિના એકલો પડી ગયો છે. તેણે હવે જૂદા દિગ્દર્શકો સાથે જૂદી વાર્તા સાથે ફિલ્મોમાં કામ કરી નવી ઇમેજ બનાવવાની જરૂર છે. ટાઇગર એક ખૂબ જ શાંત પ્રકૃતિનો મેચ્યોર વ્યક્તિત્વ ધરકાવે છે. પણ મેચ્યોર સ્ટાર નથી. તેના પિતા જેકી શ્રોફ હીરોમાં એક્શન જ કરી હતી પણ તેમાં લવસ્ટોરી સહિત ઘણો ડ્રામા હતો અને ગીત-સંગીતનો આધાર હતો. ટાઇગર સ્ટુડન્ટ ઓફ ધ યર-2 જેવી ફિલ્મોમાં થોડો અલગ હતો. અભિતાભની ટેલેન્ટને ઝંજીર, દિવારથી યોગ્ય પટકથા મળી અને તે અચાનક લોકોને ખૂબ ગમવા માંડ્યો. રાજેશ ખન્નાએ આરાધના સુધી રાહ જોઇ. ટાઇગર પણ યોગ્ય પટકથા યોગ્ય દિગ્દર્શક મેળવશે ત્યારે તે નવી રીતે સફળતા પામશે. હમણાં સિંઘમ અગેનમાં તે એસીપી સત્યા તરીકે હતો પણ તેમાં નવું કશુ ન હતુ. સફળતા મેળવવા સફળ દિગ્દર્શકની સેનામાં શામિલ થઇ જવું પૂરતું નથી હોતું. ટાઇગર પરદા પર રોમેન્ટીક દેખાય નથી શકતો. ઇમોશનલ દેખાય નથી શકતો. તે કોમેડી દૃશ્યો નથી કરી શકતો. સલમાન, શાહરૂખ ઘણા બધા પ્રકારની ફિલ્મો પછી ટોપ સ્ટાર બન્યા છે. ટાઇગર શ્રોફે સફળ સ્ટાર્સના સ્ટારડમનો અભ્યાસ કરવો જોઇએ અને પોતાનો રસ્તો શોધવો જોઇએ. હમણાં તેની પાસે શશાંક ખૈતાન દિગ્દર્શીત સ્ક્રુ ઢીલા છે. તેમાં પણ તે ક્રાઇમનો જ મુકાબલો કરશે પણ હા, તેની સાથે શનાયા કપૂર છે. ટાઇગર હવે નવી હીરોઇનો અજમાવી રહ્યો છે. પણ હીરો નંબર-1માં ફરી દિશા પટની છે. પરંતુ ફિલ્મ બની તો તેની વાત થશે કારણ કે ઘણા નિર્માતા ટાઇગર સાથેની ફિલ્મ એનાઉન્સ કરીને બેઠા છે પણ આગળ વધતા નથી. બાકી કરણ જોહરે પણ ટાઇગર અને વરુન ધવને સાથે ફિલ્મ બનાવવા માંડી છે અને તેની પટકથા પણ નિરંજન આયંગર સાથે કરન જોહરે જ લખી છે. ટાઇગર કદાચ આ ફિલ્મમાં પોતાને જૂદો દેખાડી શકે. એવી એક ફિલ્મ શિવમ નાયરના દિગ્દર્શનમાં પણ બની રહી છે. ટાઇગરમાં જે એક્શન સિવાયની એકસ્ટ્રા ટેલેન્ટ હોય તો બતાવવી જરૂરી છે. ટાઇગરની કોઇ રોમેન્ટીક લવસ્ટોરી હમણા ચર્ચાતી નથી કારણ કે તે હમણાં નિષ્ફળતા સામે ઝઝૂમી રહ્યો છે ને નિષ્ફળ હો ત્યારે રોમાનસ ન શોભે. ટાઇગર શિવભક્ત છે. ટાઇગર ટેકવોન્ડોમાં બ્લેકબેલ્ટ છે. આ બધું છતાં તે ઝઝૂમે છે. ટાઇગરને લોકો પૂછે છે યાર તુમ કીસ જંગલ કે શેર હો? •
‘ટાઈગર’ છે પણ જંગલ વિનાનો!
By
Posted on