ભારત સરકાર જંગી ખર્ચે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. એમાં યોજનાનો અમલ કરનારાઓ મોટા ભાગનો ફાયદો ઘરભેગો કરી દે છે. રકમ ખવાઈ જાય છે. ઘઉં ચાવલ વિગેરે સગા વ્હાલાને આપી દેવાય છે અથવા તો ફિક્સ દુકાનદારોને કાળાબજારમાં ડબલ ટ્રિપલ ભાવે વેચી રોકડા કરી દેવાય છે. જરૂરતમંદ સુધી કોઈ દિવસ લાભ અનાજ તેલ કે રોકડ પહોંચતી જ નથી. સરકાર પ્રધાનમંત્રી આવાસ જેવી કેટલીક યોજના જનતાને સસ્તા મકાન આપવા કરોડોના ખર્ચે ચલાવી રહી છે. આનો બહુ સરળ રસ્તો છે. દેશના દરેક શહેરમાં આવા ૩૭ રૂપિયા મહિનાવાળા આવાસો તાત્કાલિક બનાવી પ્રજાને જનતાને ફાળવવા જોઈએ. જેથી આવાસો માટે કરોડો અબજો રૂપિયાની યોજનાઓનો ખર્ચ બચી જાય. બધી યોજનાઓ બંધ કરી સરકાર રૂપિયાની બચત કરી શકે છે.
જો અબજો પતિ ધારાસભ્યો માટે આવા આવાસ બની શકે છે તો જનતા માટે તો બની શકે છે ને? આવી જ રીતે દેશ ભરમાં ચાલતી મધ્યાન ભોજન યોજના અને દેશના ૮૫ લાખ પ્રજાને મફત કાર્ડ પર ઘઉં ચાવલ વિગેરે યોજનાઓ ચલાવવા સરકાર અબજો ખરવો રૂપિયા ખર્ચી રહી છે તે બંધ કરી દિલ્હીમાં સંસદભવનમાં ચાલતી કેન્ટીન દરેક શહેરમાં ૫૦ કે ૧૦૦ ખોલી દેવી જોઈએ જ્યાં પ્રજાને ગરીબ જનતાને એક રૂપિયામાં ચા, દાલ દોઢ રૂપિયામાં, એક રૂપિયામાં રોટલી મળી શકે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે પ્રજાને ગેસ સિલિન્ડર, કરિયાણા સામાન લાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. સીધું જ મનપસંદ ભોજન સસ્તા ભાવે મળી જશે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.