Charchapatra

હિન્દુ સ્મશાન ગૃહમાં મહિલાઓ માટે પૂરતી સુવિધાની જરૂર છે

હિન્દુ સ્મશાન ગૃહમાં પોતાના સાગા સંબંધી કે મિત્રોની અંતિમ યાત્રામાં ભાગ લેતી મહિલાઓની સંખ્યા વધી રહી છે પરંતુ સ્મશાન ગૃહોમાં મહિલા શોચાલયોનો અભાવ દેખાય છે. મહિલા સ્ટાફ માટે ક્યાંક એકાદ ટોયલેટ હોયે છે. હિન્દુ ધર્મ પ્રમાણે પત્ની, પુત્રી, માતા કે બહેન ને પણ અંતિમ સંસ્કારમાં ભાગ લેવાનો હક્ક છે. સતી રેગ્યુલેશન સને 1829 ના અંગ્રેજોના કડકાઈભર્યા અમલને કારણે બંગાળમાં અપવાદ છે. સને 2005 ના હિન્દુ વારસાઈ સુધારા કાયદામાં પુત્રી પુત્ર સમાન કોપાર્સનર ગણાય છે અને સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા પ્રમાણે તેનો અમલ 1956 થી થવો જોઈએ. 20-12-2004 પેહલા કુટુંબનું વિભાજન થઇ ગયું હોય તો તે પૂરતો સુધારો લાગુ પડશે નહિ.

 પૂણેમાં યરવડા સ્મશાન ગૃહમાં જવાનું થયું. આશ્ચર્યવચ્ચે પુરુષો કરતા મહિલાઓની સંખ્યા ઘણી હતી, બેસણા કે શ્રદ્ધાંજલિ સભામાં તો આમ બનવું હવે સામાન્ય છે. મૃતદેહની નિકાલ વ્યવસ્થા પર પણ વિચારણા થવી જોઈએ. ભગવાન શ્રી રામે જળસમાધિ લીધી હતી. હિન્દુ સમાજની ઘણી શાખાઓ અગ્નિ સંસ્કારને બદલે મૃતદેહની સમાધિ બનાવે છે. લિંગાયતો માનવ શરીરને મંદિર માને છે. સમાધિ-દફન પધ્ધતિનો ફાયદો એ કે કોઈ શંકાસ્પદ અને અકુદરતી મૃત્યુ જણાય તો સમાધિ-કબર ખોદી ફોરેન્સિક ટેસ્ટ કરાવી શકાય છે. શહેરોમાં મેડિકલ કૉલેજને દેહદાન આપનારાઓની સંખ્યા વધી રહી છે. જેથી સરકાર અને ધર્મવેત્તાઓ અગ્નિ સંસ્કાર સિવાયની મૃતદેહ નિકાલની પદ્દતિ પર પુખ્ત, વૈજ્ઞાનિક, પ્રગતિશીલ, અને તાર્કિક વિચારણા કરવી જોઈએ.
અમદાવાદ – કુમારેશ ત્રિવદી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top