ઉત્તર ઈંગ્લેન્ડમાં પેટાચૂંટણી માટે પાર્ટીની પ્રચાર સામગ્રી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ( PM NARENDRA MODI) તસવીરનો ઉપયોગ થયા બાદ પ્રવાસી ભારતીય સમૂહોએ બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીને ( LABOUR PARTY) ‘વિભાજનકારી’ અને ‘ભારત વિરોધી’ ગણાવી.ઉત્તર ઇંગ્લેન્ડમાં પેટાચૂંટણી માટેની પાર્ટીની પ્રચાર-સામગ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરનો ઉપયોગ કરવામાં આવતાં બબાલ થઈ છે. લેબર પાર્ટીએ પ્રચાર-સામગ્રી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન BRITISH PM BORIS JOHNSON) ની સાથે હાથ મિલાવે છે, એનો ઉપયોગ કર્યો છે. એમાં પીએમ મોદી સાથે દોસ્તી રાખનારી પાર્ટી એટલે કે સત્તાધારી સાંસદથી બચીને રહેવાની વાત કરી છે. લેબર પાર્ટીનું કહેવું છે કે જો ત્યાંના લોકોએ બીજી પાર્ટીને ( SECOND PARTY) વોટ આપ્યો તો આવી તસવીર જોવા મળવાનું રિસ્ક છે, જોકે લેબર પાર્ટી આ મામલામાં સ્પષ્ટ છે
બોરિસ જ્હોન્સન સાથે પીએમ મોદીની તસવીર
વેસ્ટ યોર્કશાયરમાં બાટલી અને સ્પેનમાં થનારી પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રચાર ગામગ્રી (લીફલેટ) પર મોદીની 2019માં જી-7 શિખર સંમેલનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તથા પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન સાથે હાથ મિલાવતી તસવીર છપાયેલી છે. જેની સાથે ટોરી સાંસદ વિશે એક સંદેશો લખાયેલો છે કે તેમણે બચીને રહેવું જોઈએ. ટોરી સાંસદ રિચર્ડ હોલ્ડને ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી તો સોશિયલ મીડિયા પર તેની પ્રતિક્રિયા મળવા લાગી. તેમને સવાલ કરવામાં આવ્યો કે શું તેનો અર્થ એ છે કે લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટોર્મર ભારતીય પ્રધાનમંત્રી સાથે હાથ મિલવતા નહીં જોવા મળે.
ભારતીય સંગઠનોએ ભારતવિરોધી ગણાવ્યું
લેબર પાર્ટીએ મોદી વિરોધ દ્વારા વોટ મેળવવા આમ કર્યું છે. આ વાત પ્રકાશમાં આવ્યા પછી ભારતીય સમૂહે લેબર પાર્ટીને વિભાજનકારી અને ભારતવિરોધી ગણાવી છે. ભારતીય સમુદાયના સંગઠન કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા(CFIN)એ કહ્યું હતું, પ્રિય કીર સ્ટાર્મર, શું તમે આ પ્રચાર-સામગ્રીની વ્યાખ્યા કરી શકો છો અને સ્પષ્ટ કરી શકો છો કે શું લેબર પાર્ટીના કોઈ વડાપ્રધાન કે નેતા વિશ્વની સૌથી મોટી લોકશાહીની સાથે કોઈ સંબંધ રાખવાનો ઈનકાર કરશે? શું બ્રિટનમાં ભારતીય સમુદાયના 15 લાખથી વધુ સભ્યો માટે તમારો આ સંદેશ છે.
અહીંના સાંસદે પોતે પોસ્ટ કરી તસવીર
કન્ઝર્વેટિવ નેતા અને ટોરી સાંસદ રિચર્ડ હોલ્ડને ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી તો સોશિયલ મીડિયા પર તેમને સવાલ કરવામાં આવ્યો કે શું એનો અર્થ એ છે કે લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટાર્મર ભારતીય વડાપ્રધાનની સાથે હાથ મિલાવતા જોવા નહિ મળે.
લેબર પાર્ટીમાં પણ વિરોધ
આ પ્રચાર-સામગ્રીને લઈને પાર્ટીના નેતાઓની વચ્ચે પણ આક્રોશ છે. લેબર ફ્રેન્ડસ ઓફ ઈન્ડિયા(LFIN)એ તેને તાત્કાલિક પરત લેવાની માગ કરી છે. LFINએ એક નિવેદનમાં કહ્યું હતું કે એ વાત યોગ્ય નથી કે પાર્ટીએ તેના લિફલેટ પર વિશ્વની સૌથી મોટી લોકશાહી અને બ્રિટનના સૌથી નજીકના મિત્રોમાંથી એક ભારતના વડાપ્રધાનનો 2019ના G-7 સંમેલનની એક તસવીરનો ઉપયોગ કર્યો છે. લેબર પાર્ટીના ભારતીય મૂળના વરિષ્ઠ સાંસદ વીરેન્દ્ર શર્માએ પણ આ પગલાની ટીકા કરી છે.