SURAT

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના શિડ્યુલમાં થયો મોટો ફેરફાર, સુરત, વાપી સ્ટેશન પર હવે આ સમયે આવશે

સુરત: 24 ઓગસ્ટ 2024થી મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેન નંબર 22961 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવનાર છે. તે સ્ટેશનો પર ટ્રેન 10 મિનિટ વહેલી આવશે.

  • 24 ઓગસ્ટથી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર
  • વાપી, સુરત અને વડોદરા 10 મિનિટ વહેલી આવશે

રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ જે હાલમાં મુંબઈથી 15.55 વાગે રવાના થતી હતી તે 24 ઓગસ્ટથી 15.45 વાગે રવાના થશે. બોરીવલી સ્ટેશને 16.20 વાગે આવીને 16.23 વાગે રવાના થતી હતી તે 16.10 વાગે આવીને 16.13 રવાના થશે.

વાપી સ્ટેશને 17.43 વાગે આવીને 17.45 વાગે રવાના થતી હતી તે 17.40 વાગે આવીને 17.42 વાગે રવાના થશે. સુરત સ્ટેશને 18.43 વાગે આવીને 18.48 વાગે રવાના થથતી તે 18.38 વાગે આવીને 18.43 રવાના થશે. વડોદરા સ્ટેશને 20.16 વાગે આવીને 20.19 વાગે રવના થતી તે 20.11 વાગે આવીને 20.14 વાગે રવાના થશે. અમદાવાદ ખાતે 21.25 વાગે આવતી ટ્રેન 21.15 વાગે આવશે.

Most Popular

To Top