કોરોના અને ઓમીક્રોન માટે રસીકરણ બધાં દેશોમાં કરવામાં આવે છે. ભારતમાં અમુક પ્રદેશોમાં રસીકરણ એટલુ ઉપકારક જણાયું નથી. પરંતુ વિદેશ કરતાં ઓછો ભય છે. કોરોના અને ઓમીક્રોન માટે રસીકરણ એકલા ઉપાયો કારગત નથી નીવડતાં. ભારતના લોકોએ ઘણાં પ્રદેશોમાં રસીકરણ ઓછાં ટકાનાં લોકોને મળ્યું છે. પરંતુ કેસો ઓછાં છે. એના કારણમાં ભારતની પ્રજાએ કોરોનાકાળ દરમ્યાન, માસ્ક, દૂરત્વ અને ખાનપાનમાં મૂળ કાળજી રાખી હતી. ભારતમાં આવાં ઘણાં પ્રદેશોમાં જ્યાં કોરોનાની હળવાશ થયા પછી નિયમન નથી જળવાયા તેવા લોકોને રસીના બંને ડોઝ લીધા છતાં ઉપદ્રવ થયો છે. ભારતની પ્રજાનાં મોટા ભાગે પ્રાણાયમ તથા વ્યાયામનો પણ આશરો લીધો છે. એટલે જે લોકો પછી તે વિદેશના કેમ ન હોય ખાનપાન અને વ્યાયામ-પ્રાણાયમની કાળજી નથી લીધી તેવા લોકો રસીકરણ છતાં દૂરીથી મહામારીમાં સપડાયા છે. યોગ્ય સારવાર કરવાથી સાજા પણ થયાં છે તેની ના નથી. નિષ્ણાંતો આયુર્વેદ અને હોમિયોપેથીનાં કહે છે કે દવાના એન્યીવાયરલ ડોઝ અઠવાડિયે એકવાર લો, ખાનપાનમાં કાળજી રાખો. ફુડ અને માંસાહારથી દૂર રહો તથા દરરોજ બે વખત પ્રાણાયમ કરો.
પોંડીચેરી – ડો. કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઓમિક્રોનનાં ભારતમાં નિયંત્રિત રહેવા પાછળ કારણો છે
By
Posted on