Charchapatra

ખિસ્સાં હોતાં નથી

સમાજમાં વ્યક્તિ પાસે નાણાં હોય, પરંતુ સાથે વિવેકબુધ્ધિની સુધ્ધાં જરૂર, હિત એમાં જ રહેલું છે. ભારતમાં એવાં અસંખ્ય ધર્મસ્થળો જોવા મળે જેનો ખર્ચ મહિને હજારો-લાખોમાં નીપજે. અલબત્ત આવક પણ ધૂમ. બંને શક્તિનો બગાડ-દુર્વ્યય! વિકાસ તો સમજ્યા પણ યોગ્ય સંદેશો પ્રચલિત કરવામાં સફળતા જોઈએ. ટેલી નથી મળતી. એને એમાંથી નીકળ્યો. ક્રાંતિકારી સત્યશોધક વિચાર. જે ક્યારેક વિજયથી પણ ઓળખાય. અપવાદ જરૂર હોય, જેમાં રચનાત્મક કાર્યો દૃષ્ટિગોચર થાય. જે લોકકલ્યાણ માટે અનિવાર્ય.

જૂના જમાનામાં કેટલાંક ધર્મસ્થાનો રચનાત્મક આયોજનો કરતાં. સદ્પ્રવૃત્તિ એ જ ધ્યેય, સમાજ માટે દીવાદાંડીરૂપ બની રહેતી કેટલીક સંસ્થાઓ. આપણી આજની સદીમાં લોકકલ્યાણ જૂજ. દલિત, જરૂરિયાતમંદ પીડિતો, અસાધ્ય રોગનો ભોગ બનેલા માટે સંપત્તિ ઉપયોગમાં લેવાય તો ઘણું. સ્વામી વિવેકાનંદના રામકૃષ્ણ પરમહંસ ગુરુ. જેની યાદમાં કલકત્તાનો બેલૂરમઠ બનાવ્યો. દેશને હવે જરૂર છે, કલ્યાણકારી ધર્મસ્થાનોની જે માત્ર પૂજા, અર્ચના, પાઠ, કે અનુયાયીઓના મોટા કાફલાથી સંતોષ ન માને. એક કોમ શાયદ પારસી વિશે વાંચ્યું છે પોતાનાં ધર્મસ્થાનો પાછળ અઢળક ખર્ચ કરવાને બદલે જનહિતાર્થે નાણાંનો સદુપયોગ કરે છે. ઈટાલિયન એક કહેવત છે . ‘‘માણસના છેલ્લા વસ્ત્રમાં ખિસ્સાં હોતાં નથી.’’
અડાજણ, સુરત- કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top