SURAT

પવિત્ર શ્રાવણ મહિનાના પહેલાં જ સોમવારે પાલના પારદેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી

સુરતઃ સોમવારે તા. 5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો છે. આ મહિનામાં ભક્તો ભોલેનાથની ભક્તિમાં લીન થતા હોય છે, પરંતુ સુરત શહેરમાં શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાં ચોરીની ઘટના બની છે. તસ્કરોએ સુરતના શિવ મંદિરની દાનપેટીમાં હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

સુરતમાં શ્રાવણ માસમાં પણ તસ્કરો સુધરવાનું નામ ન લેતા હોવાનું સામે આવ્યુ છે. શ્રાવણ માસની શરૂઆત આ વખતે સોમવારે થઈ છે. ત્યારે સોમવારની સવાર પડે તે અગાઉ જ તસ્કરો મંદિરમાં ત્રાટક્યા હતા. મંદિરની દાનપેટીને તસ્કરોઅ નિશાને લીધી હતી.

શહેરના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પારદેશ્વર મહાદેવના મંદિરમાં સોમવારે ચોરીની ઘટના બની છે. મંદિરમાં 2થી 3 જેટલા ચોરોએ પ્રવેશ કરી મંદિરમાં મુકેલી દાનપેટી સાફ કરી હતી. 6થી 7જેટલા મંદિરની દાનપેટી તોડી પૈસાની ચોરી કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે 2 વાગ્યે મંદિરમાં પ્રવેશ કરી 20 મિનિટમાં ચોરી કરી ચોરો ફરાર થયાં હતા. CCTVના આધારે સ્થાનિક પોલીસ સહીત બ્રાન્ચો ચોરોને પકડવા કામે લાગી છે.

Most Popular

To Top