સુરતઃ શહેરના રામનગર વિસ્તારના એક મંદિરમાં વિચિત્ર ઘટના બની છે. અહીં એક આધેડ વયનો શખ્સ મંદિરમાં દર્શન કરવા આવ્યો અને મહાદેવના ચાંદીના નાગને ચોરીને જતો રહ્યો હતો. મંદિરમાં કોઈ નહીં હોય ચોરને એમ કે કોઈ જોતું નથી, પરંતુ ચોરીની આ ઘટના આધુનિક યુગની ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મંદિરના ટ્રસ્ટી ની ફરિયાદ પર પોલીસે મહાદેવના મંદિરમાં ચોરી કરનારને શોધવાની તજવીજ હાથ ધરી છે.
- રામનગરના નિલકંઠ મહાદેવ મંદિરમાં દિનદાહેડ ચોરી
- ચોરી મંદિરમાંથી ચાંદીનો નાગ ચોરી ગયો
- અઠવાડિયામાં બીજી વખત ચોરી કરી, અગાઉ છત્ર ઉઠાવી ગયો હતો
- સીસીટીવીના આધારે મંદિરના ટ્રસ્ટીએ પોલીસ ફરિયાદ કરી
રામનગર ખાતે આવેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરવામાં આવી હતી.સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી. જેમાં પણ આ જ વ્યક્તિ હતો.
સુરેશ માધાણીએ કહ્યું કે, નિલકંઠ મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે જોયું કે, મહાદેવ પર નાગની ચોરી કરી લેવામાં આવી છે. આ જ વ્યક્તિએ અગાઉ ચાંદીના છત્તરની પણ ચોરી કરી હતી. જેથી અમે પોલીસમાં ફરિયાદ કરી છે. સાથે જ આ ઈસમ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.