સુરત: સુરત જીલ્લામાં રહેતા પ્રખ્યાત કોમિડિયન નીતિન જાની (ખજુરભાઈ)ના ઘરમાં ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ વેરેલા વિનાશ પછી બેઘર બનેલા લોકોને આર્થિક મદદ કરી હતી. નીતિન જાનીએ આ વિસ્તારમાં 1.30 કરોડ રૂપિયા કરતાં વધારેની રકમ સ્વખર્ચે ખર્ચીને ગરીબોને મકાન બાંધી આપ્યા અને અનાજ પાણી આપ્યા હતા. લોકો તેમને ગુજરાતના ‘સોનુ સુદ’ કહેવા લાગ્યા છે. પરંતુ તસ્કરોએ તેમને પણ છોડ્યા નહી, તેમના અસ્તાન ખાતે આવેલ ઘરને નિશાનો બનાવી ઘરમાંથી ટીવીની ચોરી ગયા હતા.
- અલગ-અલગ કોમેડી વિડીયો બનાવી લોકોને કરાવે છે મનોરંજન
- તૌકતે વાવાઝોડાનાં પગલે થયેલા વિનાશમાં કરી હતી મદદ
- બંધ ઘરના મકાનનો નકૂચો તોડી તસ્કરો હાથફેરો કરી ગયા
બારડોલી તાલુકાના અસ્તાન ગામમાં આવેલ રિદ્ધિ સોસાયટીમાં નીતિન જાની (ખજુરભાઈ)નું ઘર આવેલું છે. નીતિન જાનીએ ગુજરાતી કોમિડિયન તરીકે ઓળખ ઊભી કરી છે. તેઓ યુટ્યુબ ચેનલ ચલાવે છે. જીગલી ખજુરની ચેનલના લાખો પ્રસંશક છે. આ ચેનલ ચલાવનાર નીતિન જાની એટલે ખજુરભાઈ જેઓ કોમેડી કરી લોકોના હ્યદયમાં સ્થાન તો પ્રાપ્ત કર્યું છે. સાથે સાથે સમાજ સેવા કરીને પણ લોકોના દિલ જીતી લીધા છે. ટાઉતે વાવાઝોડામાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ભારે ખાનાખરાબી સર્જાય હતી. લોકોને કપરી પરિસ્થિતિમાં જોઈ તેઓ ખુદ તેમની ટીમ ગામડે ગામડે મદદે પહોંચી ગયા હતાં. હજારો જરૂરિયાતમંદ લોકોને કપરા સમયમાં મદદ કરી છે. તેઓ ગુજરાતના સનુ સુદ તરીકે જાણીતા થયા છે.
ઘરમાં કોઈ કિંમતી સમાન ન મળતા ટીવી ચોરી ગયા
તેઓનું ઘર છેલ્લા ઘણા સમયથી બંધ રહે છે. ગત થોડા દિવસો અગાઉ તેમના બંધ ઘરના મકાનનો નકૂચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતાં અને ઘરમાં મુકેલ સામાન વેરવિખેર કર્યો હતો. જો કે ઘરમાં કોઈ કિંમતી સામાન હાથ ન લાગતાં ઘરમાં મુકેલ એલઈડી ટીવી ચોરી ગયા હતાં. બનાવની જાણ ઘટના અંગેની જાણ લોકોને થતાં ખજુરભાઈના પ્રસંશકોને થતાં તેમણે ફીટકાર વર્ષાવી છે. લોકોને જરૂરિયાતના સમયે મદદપુરી પાડનાર અને હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા ખજુરને પણ તસ્કરોએ છોડ્યા નહી.