સુરત(Surat): તત્કાલીન પોલીસ કમિશનર અજય કુમાર તોમરે (Ajau Kumar Tomar) ઉપાડેલી નો ડ્રગ્સ ઈન સિટીની (No drugs in the city) ઝૂંબેશ તેમની નિવૃત્તિ સાથે જ બંધ થઈ ગઈ હોય તેમ લાગે છે. શહેરના યુવાનો ફરી બિન્ધાસ્ત ડ્રગ્સ લઈને ફરતા થઈ ગયા છે. સુરત પોલીસે આવા જ એક યુવાનને ડ્રગ્સ (Dugs) સાથે પકડી પાડ્યો છે. આ યુવાન જિન્સના ગજવામાં ડ્રગ્સ લઈને જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડ્યો હતો.
- અલથાણ ધીરજ સન્સ પાસેથી પોલીસે વડોદના ધર્મ વાનાવાલાને પકડ્યો
- ધર્મ વાનાવાલાના ખિસ્સામાંથી 1.30 લાખની કિંમતનું 13 ગ્રામ મેફોડ્રીન મળ્યું
- ધર્મ વાનાવાલાએ ભાઠેનાના જંગલી પાસેથી છૂટકમાં વેચવાના ઈરાદે ડ્રગ્સ ખરીદયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત પોલીસે 29 વર્ષીય ધર્મ સંજયકુમાર વાનાવાલાને અલથાણના ધીરજ સન્સ ચાર રસ્તાથી ભેસ્તાન પાંડેસરા તરફ જતા રસ્તે સ્કેવર વન કોમ્પલેક્સ પાસેથી પકડ્યો છે. ધર્મ પાંડેસરાના વડોદ ખાતે આવેલી સાંઈ મોહન રો-હાઉસ સોસાયટીમાં રહે છે.
ધર્મ 20મી માર્ચની રાતે અલથાણથી કારમાં પાંડેસરા તરફ જતો હતો ત્યારે 11.10 કલાકના અરસામાં પોલીસે તેને પકડ્યો હતો. ધર્મના જિન્સના ગજવામાંથી પોલીસને 13.00 ગ્રામફ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 1.30 લાખ થાય છે. ધર્મના ગજવામાંથી પોલીસને નાનો બેટરી સંચાલિત ઈલેક્ટ્રિક વજન કાંટો, ડીશ તેમજ ડ્રગ્સ પેકિંગમાં વપરાતી ઝીપ બેગ પણ મળી આવી હતી. ધર્મ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની આશંકા સાથે પોલીસે તાત્કાલિક તેને અટકાયતમાં લઈ પૂછપરછ કરી હતી.
આરોપી ધર્મ વાનાવાલાએ પોતે ભાઠેનાના જમીન ઉર્ફે જંગલી પાસેથી ડ્રગ્સ ખરીદયું હોવાની હકીકત પોલીસને જણાવી હતી. પોતે છૂટકમાં ડ્રગ્સ વેચવા માટે લઈ જતો હોવાની ધર્મ વાનાવાલાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ધર્મની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે