SURAT

સૌરાષ્ટ્રનો યુવાન રાજ્યમાં એક લાખ અનાજની કીટ વિતરણ કરી માનવતા મહેકાવશે

Surat : કોરોનાની ( corona ) મહામારીને પગલે સમગ્ર ગુજરાતના લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તેવામાં સુરતથી ધવલ અકબરી ( dhaval akbari) નામના યુવકે સમગ્ર ગુજરાતમા એક લાખ અનાજની કીટ આપવાનું આયોજન કર્યું હતું જેની શરૂઆત સુરતથી કરવામાં આવી છે. સુરતને કર્ણની પુણ્ય ભૂમિ કહેવામાં આવે છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સુરત અડીખમ ઉભું હોય છે..લોકોને આર્થિક રીતે બનતી તમામ મદદ સુરતીઓ હંમેશા કરતા હોય છે. હાલ કોરોનાએ સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લીધો છે. લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડયા છે તેવામા સુરતથી આ યુવક લોકોની મદદે આવ્યા છે. અને એક લાખ અનાજની કીટ સમગ્ર ગુજરાતમા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને આપવાનો નીર્ધાર કર્યો છે.

ધવલ અકબરીએ દુબઇમાં કરેલી ઇવેન્ટનો ( events) સંપૂર્ણ નફો ગરીબ અને મધ્યમ વર્ગ પાછળ ખર્ચ કરવાનો વિચાર વ્યક્ત કર્યો છે. કન્સ્ટ્રશન અને દેશ વિદેશમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કરતા ધવલ રમેશભાઈ અકબરી સોરાષ્ટ્ના વતની છે અને પ્રથમવાર ગુજરાતમાં સમાજ સેવાના કાર્યમાં જોડાયા હોવાનું તેમણે જણાવ્યુ હતું .

ધવલ અકબરી એ જણાવ્યું હતું કે, ભગવાને ઘણું આપ્યું છે. અને ઘણું કમાઈ લઉં છું, બસ આજે મારા ગુજરાતના નિસહાય અને જરૂરિયાતમદ લોકોને મારી જરૂર છે. કોરોના કહેરની બીજી તરંગમાં લોકો આર્થિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ તૂટી ગયા છે. એવા તમામ માટે હું કે મારો પૈસો કંઈક કામ આવે તો મારું જીવન ધન્ય થઈ જશે અને હું માતૃ અને જન્મ ભૂમિનું ઋણ ચૂકવી શકીશ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગરીબ-વિધવા બહેનોને અનાજ કીટની સાથે જરૂર પડશે તો દવા કે દવાખાના સુધી પહોંચવા માટે આર્થિક મદદ પણ કરીશ. પરપ્રાંતિયોને વતન જવા માટે ટિકિટની વ્યવસ્થા પણ કરી આપીશ, આગામી દિવસોમાં આ સેવા કાર્યરત રહે એ માટે 1100 આદિવાસી કે ગરીબ દીકરીઓને લગ્નમાં કરિયાવર આપીશ, છેડતી અને બળાત્કાર જેવી ઘટનાઓને અટકાવવા દીકરીઓ-મહિલાઓને આત્મનિર્ભય બનાવીશ, જુડો, કરાટે, લાઠી અને હથિયાર ચાલવાની તાલીમની વ્યવસ્થા ઉભી કરીશ. કોરોનાની મહામારી દરમ્યાન લોકો જ્યારે લાચાર બનાયા છે ત્યારે ધવલ અકબરી જેવા લોકોએ માનવતાને હજુ જીવતી રાખી છે. અને પોતાની જન્મ ભૂમિનું ઋણ સેવકાર્યો કરીને ચૂકવી રહ્યા છે.

Most Popular

To Top