SURAT

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા ચેતે, ફોટા જોઈ મોડાસાના યુવકે સુરતની મા-દીકરી પાસે કરી ગંદી માંગ..

સુરતઃ રાંદેરમાં રહેતા એક વેપારી સાથે ધંધાની લેતી દેતી ઝગડામાં મોડાસાના સાહીલ વેપારીની પત્નીનો મોબાઈલ નંબર મેળવી બીભત્સ મેસેજ કર્યો હતો. વેપારીની દીકરીના ફેસબુક કે ઇન્સ્ટા પરથી ફોટા મેળવી તેની પર પણ નજર બગાડી હતી. વેપારીની પત્નીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં સાહીલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  • નાણાંની લેતીદેતીમાં મોડાસાના વેપારીની નીચ હરકત, વેપારીના પત્ની-પુત્રી પર દાનત બગાડી
  • રાંદેરની મહિલા અને પુત્રીને અજાણ્યાએ શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી
  • પતિના નાણાકીય વ્યવહારથી વિવાદ થતા સાહીલ નામના વ્યક્તિએ મેસેજ કર્યા હતા
  • વોટ્સએપ પર અપમાનજનક મેસેજ બાદ મહિલાએ ફરિયાદ નોંધાવી

રાંદેરમાં રહેતી 47 વર્ષીય પરિણિતાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ શારીરિક સંબંધની માંગણી અને તેમના પરિવારને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 1 ઓક્ટોબર, 2024ની સાંજે પરિણિતાનાં વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી શારીરિક સંબંધ બાંધવાની માંગણી સાથેનો મેસેજ આવ્યો હતો. મેસેજમાં તેને અને તેની પુત્રી સાથે સંબંધ બાંધવા માટે ફોટો મોકલવાની માગણી કરી હતી અને નાઇટ માટે મળવાની શરત મૂકી હતી.

અનૈતિક માંગણીઓની પરિણિતાએ અવગણનાં કરતા અજાણ્યાએ સતત કોલ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે તે નંબર બ્લોક કરી દીધો હતો. પરિણિતાએ પતિને મેસેજ અને મોબાઈલ નંબર વિશે જાણ કરી હતી, જેને લઇને પતિએ જણાવ્યું હતું કે, આ મેસેજ મોકલનાર સાહીલ ખાનજી (રહે-મોડાસા જી. અરવલ્લી) છે. દોઢ વર્ષ પહેલા સાહીલ સાથે વ્યવસાયિક ઓળખાણ થઈ હતી.

સાહીલ પાસે ધંધામાં 65 લાખનો વ્યવહાર થયો હતો. જે પેમેન્ટ પરિણીતાના પતિએ ચૂકવી આપ્યા બાદ પણ સાહીલ વધુ 20.90 લાખ બાકી હોવાનું કહી ઉઘરાણી કરે છે. જેથી તેમણે 25 સપ્ટેમ્બર, 2024ના રોજ પરિણીતાના પતિએ સાહીલને 1.90 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકી રકમ ટૂંક સમયમાં ચૂકવવાનો વાયદો કર્યો હતો.

આ દરમિયાન સાલેહે વેપારીને ધમકાવતાં જણાવ્યું હતું કે, તમારા વોટ્સએપ પર મેસેજ મોકલ્યો છે, તેનો જવાબ આપો. જે હકીકત જાણી પરિણીતા ચોંકી ઉઠી હતી. રાંદેર પોલીસે સાહીલ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન સાહીલ મોહંમદ ફકીર મોહમદ ખાનજી (ઉ.38,રહે. હુશેન સોસાયટી, કોલેજ રોડ, મોડાસા)ને તેના ઘરેથી પકડી લાવી હતી. પોલીસ આરોપી સાહીલ વધુ પૂછપરછ કરતા તે વિઝા કન્સલટન્ટ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી પરણીત છે અને બે દીકરીઓનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.

ફેસબુક પરની પોસ્ટનો દુરુપયોગ
સાહીલે વેપારીના વોટ્સએપ નંબર પરથી તેમની પુત્રીનું ફેસબુક પર 2012માં અપલોડ કરેલો જૂનો ફોટો મોકલ્યો હતો. ફોટો સાથે ધમકાવતો મેસેજ મોકલી જણાવાયું હતું કે, “સોશ્યલ મીડિયામાં જુઓ કે હવે તમે ક્યાં ઊભા છો.”

Most Popular

To Top