Business

15 ફૂટના પડદાં વણી શકે એવું વિશ્વનું સૌથી લાંબુ જેકાર્ડ મશીન સુરતમાં પહેલીવાર સીટેક્ષમાં જોવા મળશે

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 7, 8 અને 9 જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય “સીટેક્ષ સુરત ઈન્ટ૨નેશનલ ટેકસટાઇલ એક્ષ્પો- 2023’નું (SITEX) આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનમાં વિશ્વનું સૌથી લાંબુ લુમ રેપીયર જેકાર્ડ મશીન (420 સે.મી.) તથા એ૨જેટ ડબલ પન્ના, ભારતમાં બનેલું 400 આરપીએમ – 2688 હૂક ધરાવતું ઇલેકટ્રોનિક જેકાર્ડ અને પોઝીશન પ્રિન્ટીંગ મશીન આકર્ષણનું કેન્દ્ર બની ૨હેશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ સાતમું પ્રદર્શન છે. ટેક્સટાઈલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેકસટાઈલ ઉદ્યોગને મળશે. ભારતના કેન્દ્રિય કાપડ મંત્રી પીયુષ ગોયલે વર્ષ 2030 સુધીમાં ટેક્સટાઇલ ઉદ્યોગને 250 બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા તથા દેશમાંથી ટેક્સટાઇલના એકસપોર્ટને 100 બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા માટે ટેકસટાઇલ ઉદ્યોગકારોને હાકલ કરી છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાનાર સીટેક્ષ એક્ઝીબીશન આ દિશામાં સફળ થવા માટે ચોકકસપણે ભૂમિકા ભજવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આવી અઘતન ટેકસટાઇલ મશીનરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

  • પીયર જેકાર્ડ મશીન – 420 સેન્ટીમીટર, વિશ્વનું સૌથી લાંબુ લુમ તથા એરજેટ ડબલ પન્ના
  • 400 આરપીએમ – 2688 હૂક ઇલેકટ્રોનિક જેકાર્ડ – મેક ઇન ઇન્ડિયા
  • એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક ઉપર ડિજીટલ પ્રિન્ટીંગ કરવા માટે ઉપયોગી પોઝીશન પ્રિન્ટીંગ મશીન
  • 550 આરપીએમ – રેપીયર જેકાર્ડ – વિસ્કોસ માટે વિશ્વમાં સૌથી ઝડપી હાઈસ્પીડ જુમ
  • 1100 આરપીએમવાળું એરજેટ – જાપાનીઝ ટેકનોલોજી
  • મલ્ટી ફીડર સર્ક્યુલર નિટિંગ મશીન
  • એમ્બ્રોઈડરી એન્ડ બ્રીડીંગ મશીન
  • એરજેટ – જ્યોર્જેટ 2700 × 2700 4pm યાર્ન
  • સુપર હાઈસ્પીક ટીએફઓ

આ પ્રદર્શનમાં ટેક્સટાઇલ મશીનરી, ટેકસટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેકસટાઈલ એન્જીનિયરીંગ, ટેકનિક્લ ટેક્સટાઇલ સંબંધીત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝ, પાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્યા છે, આથી જ અમને તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું હૈ, સીટેક્ષ 2023 નો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. 7 જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 10 કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તથા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેનાર ભારતના ટેકસટાઈલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના વરદ હસ્તે એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

પહેલીવાર 420 સેન્ટીમીટર લાંબુ ડબલ પન્નાનું મશીન પ્રદર્શિત કરાશે
હિમાંશુ બોડાવાલાએ કહ્યું કે, પહેલીવાર સુરતમાં 420 સેન્ટીમીટર લાંબુ ડબલ પન્નાનું મશીન સીટેક્ષમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ મશીનની ખાસિયત એવી છે કે તેમાં મોટી કારપેટ, 15 ફૂટ લાંબા પડદાં એક જ વારમાં વણી શકાશે. આ મશીનની મદદથી સુરતના ઉત્પાદકો હોમ ફર્નિશિંગમાં પણ આગળ વધી શકશે.

હાઇસ્પીડ ઇલેકટ્રીક જેકાર્ડ મશીનરી અને મલ્ટી ફીડર સર્ક્યુલર નિટિંગ મશીન લોન્ચ કરાશે
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન તેમજ કન્વીનર બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં ભારતમાં જ બનાવવામાં આવેલી હાઈસ્પીડ ઇલેકટ્રીક જેકાર્ડ મશીનનું લોન્ચીંગ કરવામાં આવશે. આ હાઇસ્પીડ ઇલેક્ટ્રીક જેકાર્ડ મશીન ગડર લગાવ્યા વગર ઓછામાં ઓછી હાઈટ (8.5)માં ડાયરેકટ મશીન પ૨ સ૨ળતાથી ફીટીંગ કરી શકાય છે. આ ઉપરાંત આ મશીનરીને કારણે જેકાર્ડ લગાવવા માટે ગડર લગાવવાની જરૂર પડતી નથી. જેકાર્ડ હાઇટવાળા મકાનની જરૂર પડતી નથી. કોઇપણ હાઇટમાં ડાયરેકટ મશીન પર ફિટીંગ થઈ શકે છે અને જાળા (હાર્નેસ) કપાવવાનો કોઇ ડર રહેતો નથી.

આ ઉપરાંત ભારતમાં બનેલા 40 આરપીએમવાળું તેમજ 2688 હૂક ધરાવતું ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન અને તેની સાથે સુપર હાઇસ્પીફ ટીએફઓ પણ સીટેક્ષ એક્ઝીબીશનમાં લોન્ચ કરાશે. તદુપરાંત મલ્ટી ફીડર સર્ક્યુલર નિટિંગ મશીનનું લોન્ચીંગ કરવામાં આવશે. એમ્બ્રોઈડરી અને જેકાર્ડ ફેબિક માટે ઉપયોગી પોઝીશનલ ડિઝીટલ પ્રિન્ટીંગ મશીન પણ આકર્ષયાનું કેન્દ્ર બની રહેશે.

પીલરલેસ એસી ડોમ ઉપરાંત બહાર અલગથી એક ડોમ ઉભો કરાયો
સીટેલ એકઝીબીશનના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એક કન્વેન્શન સેન્ટર ખાતે 1.30 લાખ સ્ક્વેર ફૂટમાં પ્રદર્શન યોજાશે, પીલસ એસી હોલમાં તથા બાર અલગથી ઉભા કરવામાં આવેલા કોમમાં 100થી પણ વધુ એકઝીબીટર્સ દ્વારા ટેક્સટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ વોટર જેટ લૂમ્સ સહિતના મશીનો પ્રદર્શિત કરાશે.

Most Popular

To Top