ભારત 2014માં 2 ટ્રિલિયન ડોલરથી આજે 2025 માં 4.187 ટ્રિલિયન ડોલર ઈકોનોમી સાથે વિશ્વનું ચોથુ અર્થતંત્ર બની ગયું જે નિરંતર વિકાસ સૂચવે છે, એ પણ કોરોના મહામારી અને વિશ્વમાં યુધ્ધ માહોલ વચ્ચે પરંતુ હવે જ સાચો પડકાર ચાલુ થાય છે. કારણ કે હાલના સમયમાં વૈશ્વિક ગળાકાપ હરિફાઈ હોય અને પડોશી આસુરી શક્તિની વચ્ચે વિકાસ ટકાવી રાખીને આગળ વધવું એક પડકાર છે. દેશના વિકાસના હવનમાં અસુરો હાડકા નાખવાના જ છે. સરકારની દીર્ધદ્રષ્ટિ, વિઝન અને કાર્યક્ષમતાની કસોટી છે.
સરકારની સાથે આપણે પ્રાંતવાદ, જાતિવાદ, ભાષાવાદના રાજકીય કીચડમાં ન પડીએ તે જ જનહિત છે અને આપણે માત્ર સરકારી નોકરી જ રોજગાર નહીં પણ રોજગાર આપનારા ઉદ્યોગ વધે સાથે વિકસિત દેશોની માફક રિસર્ચ, શિક્ષણ, આરોગ્ય અને ટેક્નોલૉજી પાછળ સરકાર ખર્ચ વધારીને આપણી જરૂરિયાત અનુસાર બીજા પર આધારીત રહેવાને બદલે સ્વનિર્ભર બનીએ સાથે દેશને કનડતો ભ્રષ્ટાચારનાં ભોરીંગને નાથવો એક મોટો પડકાર છે, બીજો મોટો પ્રશ્ન સરકારી યોજનાઓ સમયસર વિના વિલંબ પુરી થાય તે જરૂરી છે. 140 કરોડની જનસંખ્યા વાળા વિશાળ દેશના અર્થતંત્ર ટકાવી રાખવું અને આગળ વધવું તે બહુ મોટો પડકાર છે.
સુરત – મનસુખ.ટી.વાનાણી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.