મિત્રો આજે ક્રિકેટ વિશે કેટલીક યાદગાર મધુર યાદોને માણીએ.1959-60માં ઑસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડિઝની ટીમો વિશ્વ ક્રિકેટમાં અવ્વલ દરજ્જાની ટીમ ગણાતી. જે ક્રિકેટ જગતની સર્વશ્રેષ્ઠ સિરીઝ મનાય છે એના વિશે જાણીશું. ઑસ્ટ્રેલિયાના કેપ્ટન રિચિ બેનો અને વેસ્ટઇન્ડિઝના કેપ્ટન સર ફ્રેન્ક વોરેલ હતા. મેચમાં વેસ્ટઇન્ડિઝનો પ્રથમ દાવ હતો. બીજા દાવમાં વેસ્ટઇન્ડિઝ 284 રન. ચોથા દાવમાં ઑસ્ટ્રેલિયાને જીત માટે, પહેલા દાવની 52 રનની લીડ બાદ કરતાં 233 રન જોઈએ. એક અશક્ય ઘટના કે જ્યાંથી થ્રો કર્યો હતો એ વિકેટ તોડી શકે એમ બનવું અશક્ય હતું, છતાં એ શક્ય બન્યું. બન્ને ટીમનો સ્કોર સરખો થયો, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે એમ્પાયરે મેચને ટાઇ જાહેર કરી.
કોઈ બોલ નાંખવાનો બાકી નહીં, કોઈ રન લેવાનો બાકી નહીં, કોઈ વિકેટ પડવાની બાકી નહીં. અદભુત રોમાંચક ક્ષણો હતી. એ સિરીઝ ફ્રેંડશિપ સિરીઝ તરીકે ઓળખાય છે, બન્ને કેપ્ટન તથા ટીમના સભ્યો વચ્ચે નિખાલસ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં રમાયેલી આ સિરીઝ ટેસ્ટ જગતની સૌથી શ્રેષ્ઠ સિરીઝ મનાય છે. બન્ને કેપ્ટનને સો સો સલામ. હવે તો ક્રિકેટની રમતે સંપૂર્ણપણે ધંધાદારી સ્વરૂપ ધારણ કર્યું છે એવુ સુપ્રીમ કોર્ટ પણ કહે છે, તે સંજોગોમાં હાલની ક્રિકેટની રમતે હેફેઝાર્ડ રૂપ ધારણ કર્યું છે ત્યારે ક્રિકેટની રમતે પોતાનો મૂળ ચાર્મ જ ગુમાવી દીધો છે તેવે સમયે આવી મૅચો ચોક્કસ જ યાદ આવે તેમાં બેમત ન હોઈ શકે.
નાનપુરા, સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.