ગુ.મિત્રની રવિવારીય પૂર્તિ તા- ૨૭-૦૪-૨૫માં બહુશ્રુત લેખમાં કૌંસમાંનાં અગિયાર શબ્દો ખુબ જ સૂચક છે. લેખકની ભારતના કોમી એખલાસ અંગેની ચિંતા અને પાડોશી દેશની મેલીમથરાવટીની જાણ સમજી વિચારીને જ કરવામાં આવી છે. ભારતનું કોમી એખલાસનું વાતાવરણ આપણે જ દેશવાસીઓએ ધર્મનાં નામે કોઈ એક ચોક્કસ જ્ઞાતીને નિશાન બનાવી વારંવાર શોરબકોર કરીને બગાડ્યું છે. વળી હવે પાકિસ્તાનના આતંકવાદીઓના ધર્મ પૂછીને જે બર્બર હત્યાઓ પહેલગામમાં કરી છે તે ઘટના આપણને ગુસ્સો કરાવે એટલે આપણી ઘૃણા એ ધર્મના તમામ લોકો સામે જાગે એ સહજ ઘટના છે.
પણ દેશમાં આપણેએ ધર્મનાં લોકો સાથે એવી જ ઘૃણા બતાવીએ એ મારા મતે યોગ્ય નથી. તે સ્થળે શાસકોએ કોઈ સુરક્ષા પ્રદાન ન કરી તેટલું જ નહી પણ ત્યાંથી સુરક્ષા દળોને હટાવી લેવા અને પછી ફક્ત અમારી ચુક થઈ છે તેટલું જ કહે અને સમજે કે પ્રજાએ એ શબ્દને સહજ સ્વીકારી લીધી છે. હા, ગુજરાત સરકારે ઠોસ કદમ કુનેહ પૂર્વક ઉઠાવી ધુસણખોરોને રાતોરાત જબ્બે કર્યા તે સરાહનીય છે. પણ મારા અંગત મતે હું ચોક્કસ માનું છું કે આપણા દેશમાં આપણે કોઈ ધર્મના લોકો પ્રત્યે દ્વેષ જગાવી ફક્ત એક જ ધર્મના લોકો સાથે આર્થીક વ્યવહારનો પ્રચાર કરીએ એ દેશ હિતમાં નથી ને નથી જ. આશા છે કે આપણી પ્રજા આપણા વચ્ચે કોઈ વૈમનસ્ય વધે નહી
સુરત – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.