Charchapatra

કલમની કમાલ

આજકાલ અખબારમાં અને અન્ય જાહેર માધ્યમોમાં કામ કરતાં લોકો તો સીધું કોમ્પ્યુટર પર જ લખે છે. એમાં કટ, કોપી પેસ્ટની સુવિધા છે. વળી કેટલાંક લેખકો લેખ ગુગલના ગોડઉનેથી લઈ કટ કોપી પેસ્ટ કરતા હોય છે. માર્ક ટવેઈન જગતનાં સૌ પ્રથમ ટેકનોસેવી હતાં. એ ટાઈપ રાઈટર પર લખતા. પછી એમને એવું લાગવા માંડ્યુ કે ટાઈપ કરતાં કરતાં લખવામાં કોન્શિયસ થઈ જવાય છે. સર્જનમાં કૃતકતા આવી જાય છે. ફરી કલમથી લખવાનું શરૂ કર્યું હતું. આપણા ઋષિમુનિઓ ભોજપત્ર પર લખતા હતા. ભોજપત્ર પવિત્ર મનાય છે.

ભોજપત્ર પરનું લખાણ વર્ષો સુધી અકબંધ રહ્યું. ભોજપત્રથી રાજા ભોજ સુધીની સફરમાં કલમ કલરવ કરતી હતી. રાજ્ય રાજ્યમાં ધર્મપત્રનો ઉપયોગ થતો. દૂર દેશાવર રાજયમાં અગત્યના સંદેશાઓ પહોંચાડવાના હોય ત્યારે ફાટી જાય એટલે ચર્મપત્રનો ઉપયોગ થતો હતો. ઈશુ પૂર્વે 3000 વર્ષ પહેલાંથી લઈ આજપર્યંત હજારો પ્રકારની કલમની કમાલ છે. Pen લેટિન શબ્દ PINNA પરથી આવ્યો છે.  યુરોપિયન પીદકાં થી લખતા હતા. વિશ્વના મોટા ભાગમાં પીંછાની કલમ વર્ષો સુધી ચલણમાં રહી. એટલે જ એમાંથી મોરપીંછ જેવી મુલાયમ અને રંગીન દુનિયાનું સર્જન થતું હશે. કલમની કદમાંથી મુક્ત થવું અઘરું છે. લખવાનો લક્યા દરેક સર્જકને હોય છે. પ્રેમરોગ કરતાં પેનરોગ ખતરનાક છે.

કયારેક મૂ઼ડના ઓકા નીચે નહીં લખવાના જામીન મળી જાય છે.  છોડની કલમથી બગીચા નિખરે છે તેમ શાહીની કલમ મજા આપેલાઓ રૂપિયાની હીરાજડિત પેનથી ઉત્તમ નવલકથા સર્જાય. એક રૂપિયાની યુઝ એન્ડ થ્રો પેનથી નબળી લઘુતા સર્જાય એવું ન બને. પેન લેવાના પૈસા ન હોય ત્યારે જ કદાચ ઉત્તમ સર્જન થતું રહે. ફાકટકશીની ફકીરાઈમાંથી કવિતાની કૂંપળ ફૂટે જિંદગીની જદોજહેતથી જ કોક મરીઝ માટે કલમમાંથી નીકળેલા શબ્દોના મુખમાંથી નીકળેલ શબ્દો કરતાં વધુ ધારદાર હોય છે. એટલે જ મનોજ ખંડેરિયા લખે છે, કે પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને, આ હાથ આખેઆખો બળે એમ પણ બને. એ જ તો કલમ દેવીની કૃપા હોય છે.
ગંગાધરા           – જમિયતરામ શર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top