સુરતીજનોનો અતિપ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ, પતંગોત્સવ. બાળકો 15 દિવસ પહેલાં જ પતંગ ઉડાવી રજા માણવાની શરૂઆત કરી દે છે. પરંતુ આ પર્વ આકાશમાં ઊડતાં નિર્દોષ પક્ષીઓ માટે ઘાતક બની રહેતો હોય છે તથા રાહદારીઓ અને દ્વિચક્રી વાહનચાલકો માટે ગળામાં દોરી ભરાઈ જતાં અકસ્માત તથા મૃત્યુનું પણ જોખમ બની રહેતું હોય છે. આથી પર્વમાં સુરક્ષિત રહેવા નમ્ર સૂચનો. (1) દ્વિચક્રી વાહનચાલકો, ગળામાં દુપટ્ટો કે જાડો રૂમાલ અવશ્ય બાંધી રાખો.
(2) તમારી નોકરી-વેપારના સ્થળે પહોંચવા ખૂબ જ ઝડપી દ્વિચક્રી વાહનો અને ખાસ કરીને ઓવરબ્રીજ પરથી પસાર થતાં, ખાસ કાળજી રાખો, ધીમે હંકારો, પહોંચવાના સમય કરતાં અડધો કલાક દરરોજ કરતાં વહેલાં start લો. (3)અગાશી પરથી પતંગ ચગાવતાં નાનાં બાળકોનું ખાસ ધ્યાન રાખો. વાયરો સાથે ભેરવાઈ ગયેલા પતંગો કાઢવાની કોશિશ કરો. (4) સવારે 6 થી 8 તથા સાંજે 6.00 પછી પતંગ ચગાવવાનું ટાળો, કારણ આ સમય પક્ષીઓ મોટા પ્રમાણમાં, આકાશમાં ઊડતાં હોય છે. (5) અંતમાં કાળજી રાખો, સુરક્ષિત રીતે, પતંગોત્સવ માણો.
રાંદેર રોડ, સુરત- દીપક બી. દલાલ