રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે ન્યાયની અપેક્ષા કોની પાસે રાખી શકાય? રાજસ્થાનના અલવરમાં આવી જ એક ઘટના સામે આવી છે. રાજસ્થાનના અલવર જિલ્લામાં ખાકી વર્દી શરમજનક બની છે. અલવર જિલ્લાના ઘેડલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઇને પહોંચેલી મહિલાને સબ ઇન્સ્પેક્ટર (એસઆઈ) એ વાસનાનો શિકાર બનાવી હતી. આરોપ છે કે ખેડલી પોલીસ સ્ટેશનના ભરતસિંહે મહિલાને એક રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો.
આક્ષેપ મુજબ 54 વર્ષીય ભરતસિંહે 26 વર્ષીય મહિલા પર ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે 2 માર્ચે તેના પતિ વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેનો પતિ તેને છૂટાછેડા આપવા માંગતો હતો પરંતુ તેણી છૂટાછેડા માંગતી નહોતી. તે બાબતે કાર્યવાહી કરવામાં આવશે તેવી ફરિયાદ સાથે તે પોલીસ સ્ટેશન ગઈ હતી.
મહિલાના કહેવા મુજબ એસ.આઇ. ભરતસિંહે તેના પતિ સાથે કેસ પતાવટના બહાને ત્રણ દિવસ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. 54 વર્ષિય એસઆઈ ભરતસિંહે 26 વર્ષીય મહિલાને તેની ઓફિસ અને પોલીસ સ્ટેશનમાં નિવાસસ્થાને લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાના કહેવા પ્રમાણે, ભરતસિંહે ત્રણ દિવસ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
જ્યારે 7 માર્ચના દિવસે મહિલાને ફરીથી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી ત્યારે તેણે તેનો વિરોધ કર્યો હતો. બપોરે પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પીડિતા ઘેડલી પોલીસ મથકે પહોંચી હતી અને બીજા શખ્સ ભરતસિંહ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. રેન્જ આઇજી જયપુર હવાસિંહ ઘુમરિયા, પોલીસ અધિક્ષક (એસપી) તેજસ્વિની ગૌતમ ઘેડલી પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.
આ અંગે રેન્જ આઈજી જયપુર હવાસિંહ ઘુમરિયાએ જણાવ્યું હતું કે, મહિલાએ 2,3 અને 4 માર્ચે બળાત્કારની ઘટનાઓ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં ભરતસિંહ દોષી સાબિત થયા છે. તેમણે એસઆઈની ધરપકડ અંગે માહિતી આપી હતી. નોંધનીય છે કે અલવર પોલીસ હંમેશાં મહિલાઓના મામલે બેદરકારી અને શોષણ અંગે ચર્ચામાં રહે છે. આ વખતે ખાકી ગણવેશધારી વ્યક્તિ દ્વારા પોલીસ મથકે આવેલી મહિલા ઉપર બળાત્કારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મહિલા દિવસ પહેલા અરવલી વિહાર પોલીસ સ્ટેશનમાં તૈનાત એએસઆઈ રામજીત ગુર્જર સામે પણ એક મહિલાએ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ હજુ સુધી તેની ધરપકડ થઈ નથી.