સુરત: સુરતની કોર્ટમાં ખૂબ જ ચોંકાવનારી અને આઘાતજનક ઘટના બની છે. અહીં એક આરોપીએ પોલીસ અને વકીલોની હાજરીમાં એક યુવતી સાથે એવું વર્તન કર્યું જે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. યુવકની આવી હરકતના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી તે આરોપીએ ગઈકાલે કોર્ટ બિલ્ડીંગમાં જ તેને કેસ પરત ખેચી લેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉમરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
- મેરે ખિલાફ તુને સલાબતપુરા મે કેસ કિયા હે વો વાપીસ લે નહીં તો જાન સે માર દુંગા
- લિંબાયતની યુવતીએ બે વર્ષ પહેલા છેડતીની ફરિયાદ હતી
- કોર્ટ બિલ્ડિંગની અંદર જ આરોપીએ યુવતીને ધમકી આપી
લિંબાયત ખાતે નારાયણનગર આવાસમાં રહેતી 17 વર્ષીય ઝરીના પઠાણ (નામ બદલ્યું છે)ની માતા રૂબીના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુના હેઠળ લાજપોર જેલમાં છેલ્લા ચાર મહિનાથી કેદ છે. ગત 20 ફેબ્રુઆરીએ ઝરીનાની માતાની નવી કોર્ટમાં મુદત હતી. જેથી ઝરીના માસા-માસી અને મામા સાથે માતાને મળવા માટે નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે ગયા હતાં. કોર્ટમાં બીજા માળે માતાને જોઈને ઝરીના અને તેની સાથે આવેલા સંબંધીઓ ઊભા હતા. તે સમયે વાજીદ ઉર્ફે ચીયો પણ કોર્ટમાં હતો અને તે ત્રીજા માળનો દાદર ઉતરીને ઝરીના પાસે આવ્યો હતો અને તેને જોઇને ગાળો આપવા લાગ્યો હતો. તેણે ધમકી આપી હતી કે, ‘મેરે ખિલાફ તુને સલાબતપુરા મે કેસ કિયા હે વો વાપીસ લે લે નહી તો તુજે જાન સે માર દુંગા’ ત્યારબાદ તે ત્યાંથી નીકળી ગયો હતો. ઝરીનાએ તેની સામે બે વર્ષ અગાઉ તેની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.