National

ઓનલાઈન જમવાનું મંગાવવાનું મહિલાને ભારે પડ્યું

આજકાલ લોકો તેમની વ્યસ્તતાને લીધે ખાવા માટે ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ્લિકેશન ( ONLINE FOOD APPLICATION) પર નિર્ભર થઈ રહ્યા છે. આવી જ એક કામકાજી મહિલાએ તેના ઘરેથી ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ્લિકેશન ઝોમેટોમાંથી ખોરાક મંગાવ્યો હતો, પરંતુ તે પછી તેની સાથે જે થયું તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

ફૂડ ડીલીવરીમાં વિલંબને કારણે, મહિલાએ તેના ઓર્ડર ( ORDER) ને રદ કર્યો હતો . તે પછી ટૂંક સમયમાં જ ડિલિવરી બોય ઘરે જમવાનું લઈને પહોંચ્યો હતો અને જ્યારે મહિલાએ તેને લેવાની ના પાડી ત્યારે આરોપી ડિલિવરી બોયે ગુસ્સાથી મહિલા પર પંચ માર્યો હતો જે બાદ તેના નાકમાંથી લોહી નીકળવાનું ચાલુ થઇ ગયું હતું. આ ઘટના અંગે મહિલાએ વિડીયો ( VIDEO) બનાવીને લોકોને જાણકારી આપી હતી. મહિલાનો વિડીયો વાયરલ થયો હતો .ઈજાગ્રશત મહિલાએ તેનો ઓર્ડર મોડો થવા બદલ ઝોમેટો કંપનીના કસ્ટમર કેર ( CUSTOMER CARE)ને જાણ પણ કરી છે.

મહિલાએ જણાવ્યું કે તેને અડધો દરવાજો ખોલીને જમવાનું લેવાની ના પાડતાં જ ડીલીવરી બોય ( DELIVERY BOY) ગુસ્સે થઈ ગયો. તેણે મહિલા સાથે દલીલ શરૂ કરી અને પછી ઘરમાં પ્રવેશ કર્યો અને જમવાનું મૂકી દીધું હતું . જ્યારે મહિલાએ ઘરમાં પ્રવેશવાનો વિરોધ કર્યો હતો, ત્યારે ડિલિવરી બોયએ તેને પૂછ્યું કે શું તે તેનો નોકર છે અને તેના નાક પર મુક્કો મારી દીધો હતો.

આ પછી, ડિલિવરી બોય ત્યાંથી નાસી ગયો હતો અને કોઈએ તેની મદદ કરી ન હતી. આ ઘટનાથી તે ખુબ જ ડરી ગઈ હતી. આ પછી હોસ્પિટલમાં ગઈ હતી અને ત્યાં તેણે સારવાર કરાવી હતી. વીડિયોમાં મહિલાએ જણાવ્યું છે કે બેંગ્લોર પોલીસે તેની મદદ કરી હતી અને આરોપીને વહેલી તકે પકડવાની ખાતરી આપી હતી.

ઝોમેટોએ પણ મહિલાના આક્ષેપો અંગે સ્પષ્ટતા આપી છે. કંપનીએ કહ્યું છે કે અમે આ ઘટના માટે માફી માંગીએ છીએ. કંપનીના સ્થાનિક અધિકારીઓ તેઓનો સંપર્ક કરશે અને પોલીસ તપાસ અથવા મેડિકલ માટે જે પણ સહાયતાની જરૂર હોય તે પૂરી પાડશે. આટલું જ નહીં, કંપનીએ તેમને ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરીથી નહીં બને અને કંપની પણ જેણે આવું કર્યું છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top