આખા વિશ્વને પહેલા કોરોના મહામારીએ અને પછી રશિયા યુક્રેન યુધ્ધે પીંખી નાખ્યું છે. જ્ઞાની જનો કહી રહ્યાં છે. વિશ્વ હવે ભૂખમરાના અજગરી ભરડામાં સપડાતું જાય છે. વર્તમાનમાં કહે છે કરોડોની સંખ્યામાં લોકો ભૂખમરો-અર્ધભૂખમરો વેઠી રહ્યાં છે. છતાં વિશ્વના કોઈપણ દેશની આંખો ખૂલતી નથી. આપણે ત્યાં ભારતમાં પણ વર્તમાન સરકારે ઘઉં તના લોટ સહિત ઘણી ખાદ્યચીજોની નિકાસ પર પ્રતિબંધ લાદયો છે જે સુચિત કરે છે ભૂખમરા બાબતે આપણાં દેશની સ્થિતિ, પણ સારી તો નથી જ.
ભૂખમરાના કારણમાં ખોરાકની અછત સહિત બેકારી-મોંઘવારી પણ ભાગ ભજવી રહી છે. ભવિષ્યમાં આપણી પ્રજા પણ ભૂખમરામાં ના સપડાય તે બાબતને સરકારે પ્રાથમિકતા આપવી રહી માત્ર વિકાસનો અર્થ ધર્મસ્થાનો-રસ્તાઓ ઈમારતોનાં ભવ્ય બાંધકામોમાં જ કે અન્ય રાષ્ટ્રોને ભારતમાં રોકાણ કરવા આમંત્રીત કરવા પૂરતો જ નથી રહી જતો, યાદ રહે ભૌતિકતાનો વિકાસ જરૂરી ખરાં પણ જો મનુષ્ય જીવનની પ્રાથમિક આવશ્યકતા અન્ન-જળ જ નહી હોય પ્રજા ભૂખમરામાં સપડાતી હોય તો ઉપરોક્ત વિકાસનો કોઈ અર્થ ખરો ? અભ્યાસુઓ ભૂખમરા બાબતે ચેતવણી આપી રહ્યા છે તેને કાનેધરી વિશ્વની તમામ નેતાગીરીએ ભૂખમરામાં પ્રજા ના સપડાય તેવાં પગલાં સવેળા ભરવા રહ્યા.
નવસારી – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.