દાહોદ: સ્માર્ટ સીટી દાહોદમાં પ્રવેશ દ્વાર ગણાતા સ્માર્ટ સીટીના બોર્ડની સામે આવેલ રસ્તા ઉપર વરસાદી માહોલ વચ્ચે એક ટ્રેક્ટરની નીચે મોટરસાઈકલ સવાર દંપતિ આવી ગયું હતું. સદ્નસીબે મોટરસાઈકલના ચાલકે માથા પર હેલ્મેટ પહેરી રાખતાં તેનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશીયલ મિડીયામાં હાલ વાઈરલ થઈ રહ્યો છે અને વાઈરલ વિડીયો જાેતા એકક્ષણે લોકોના રૂવાડા પણ ઉભા થઈ ગયાં હતાં. વાઈરલ વિડીયોમાં ચાલુ ટ્રેક્ટરની નીચે દંપતિ પૈકી મોટરસાઈકલ ચલાવનાર વ્યક્તિ ટ્રેક્ટરના પાછળના તોતિંગ પૈંડાની નીચે આવી ગયો હતો પરંતુ માથે હેલ્મેટ પહેરી રાખેલ હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.
આ વાઈરલ વિડીયોને પગલે દાહોદ શહેરવાસીઓમાં અનેક પ્રશ્નોએ જન્મ લીધો છે. કારણકે, વરસાદી માહોલમાં સ્માર્ટ સીટીની રસ્તાઓ ધોવાઈ જતાં અને ઠેર ઠેર જાહેર માર્ગાે ઉર ભુવાઓ અને ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને દાહોદ શહેરમાં આવા તો નાના મોટા માર્ગ અકસ્માતો તો થઈ જ રહ્યાં છે પરંતુ જે જાહેર થતાં નથી. પરંતુ જ્યારે આવા માર્ગ અકસ્માતોના વિડીયો સોશીયલ મિડીયામાં વાઈરલ થતાં હોય છે આ ધોવાઈ ગયેલ જાહેર માર્ગાેને કારણે હાલ અકસ્માતોના ભારે ભય લોકોમાં સતાવી રહ્યો છે ત્યારે આવા વરસાદી માહોલ વચ્ચે ગતરોજ દાહોદ શહેરમાં પ્રવેશવાના જાહેર માર્ગ ઉપર સ્માર્ટ સીટીના બોર્ડની સામેના રસ્તા ઉપર ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે વાહન ચાલકો પસાર થઈ રહ્યાં હતાં અને તેવામાં એક ટ્રેક્ટર સામેથી આવતું હતું.
અને ટ્રેક્ટરની સામેથી એક મોટરસાઈકલ પર સવાર એક દંપતિ અને તેમની સાથે એક બાળક એમ ત્રણેય જણા મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહ્યું ત્યારે જાેતજાેતામાં રસ્તા પર પાણી ભરાઈ ગયેલ ખાડા તરફથી મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ પસાર કરતાં મોટરસાઈકલનું બેલેન્સ બગડ્યું હતું અને મોટરસાઈકલ સાથે દંપતિ નીચે પટકાયું હતું જેને પગલે ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રેક્ટરના પાછલા વ્હીલમાં મોટરસાઈકલ ચાલક આવી ગયો હતો અને તેના માથા પરથી ટ્રેક્ટરના પાછલું વ્હીલ પણ પસાર થઈ ગયું હતું પરંતુ સદ્નસીબેન મોટરસાઈકલના ચાલકે માથે હેલ્મેટ પહેરી રાખેલ હોવાના કારણે તેનો આબાદ બચાવ થયો હતો.