ઇંગ્લેન્ડને ટી-20 સીરિઝમાં પરાસ્ત કર્યા પછી આત્મવિશ્વાસ સભર વેસ્ટઇન્ડિઝની ક્રિકેટ ટીમ ભારત સામેની મર્યાદિત ઓવરોની સીરિઝ રમવા માટે અહીં આવી પહોંચી હતી. વેસ્ટઇન્ડિઝની ટીમ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ત્રણ વન ડેની સીરિઝ રમશે. વન ડે સીરિઝ પુરી થયા પછી વિન્ડીઝ ટીમ ત્રણ ટી-20 મેચની સીરિઝ રમવા માટે કોલકાતા રવાના થશે.
વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ દ્વારા પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર બુધવારે સવારે કેટલાક ફોટાઓ પોસ્ટ કરીને લખાયું હતું કે બાર્બાડોસથી બે દિવસના પ્રવાસ પછી વેસ્ટઇન્ડિઝની ટીમ ભારત પહોંચી ગઇ છે. એક અન્ય ટ્વિટમાં તેમના દ્વારા લખાયું હતું કે અમે સુરક્ષિત અમદાવાદ પહોંચી ગયા છીએ. વેસ્ટઇન્ડિઝ ક્રિકેટે ટીમ અમદાવાદ પહોંચી તેનો એક વીડિયો પણ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.
ગુજરાત ક્રિકેટ એસોસિએશને કહ્યું છે કે કોરોના રોગચાળાની સ્થિતિને ધ્યાને લઇને ત્રણેય વન ડે મેચ પ્રેક્ષકોની હાજરી વગર રમાશે. જ્યારે પશ્ચિમ બંગાળ સરકારે ટી-20 મેચોની સીરિઝ દરમિયાન 75 ટકા પ્રેક્ષકોના પ્રવેશની મંજૂરી આપી છે.
ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચેની મર્યાદિત ઓવરોની સીરિઝનો કાર્યક્રમ
મેચ તારીખ સ્થળ
પહેલી વન ડે 6 ફેબ્રુઆરી અમદાવાદ
બીજી વન ડે 9 ફેબ્રુઆરી અમદાવાદ
ત્રીજી વન ડે 11 ફેબ્રુઆરી અમદાવાદ
પહેલી ટી-20 16 ફેબ્રુઆરી કોલકાતા
બીજી ટી-20 18 ફેબ્રુઆરી કોલકાતા