Comments

મનની શાંતિ મેળવવાનો માર્ગ

એક સંતનોભજન અને સત્સંગનો કાર્યક્રમ હતો. હજરો લોકો તેમને સાંભળવા ઉપસ્થિત થયા હતા.એમ વાયકા હતી કે તેમના ઉપદેશમાં કોઈને કોઈ રીતે પૂછ્યા વિના સાંભળનારને પોતાના મનના પ્રશ્ન કે જીવનની સમસ્યાનો ઉકેલ મળી જતો. સંતની સભા પૂરી થઈ હજારો લોકોની મેદની,સંતને પ્રણામ કરી પ્રસાદ લઈને ગયા.એક માંસ હજી પોતાના સ્થાન પર જ બેઠો હતો.સભાના સ્વયંસેવકોએ તેની પાસે જઈને તેને પ્રસાદ આપ્યો.તે પ્રસાદ લઈને પણ બેસી રહ્યો.થોડીવાર બાદ એક સ્વયંસેવકેવિનયથી કહ્યું, ‘ભક્ત સત્સંગ પૂરો થયો છે હવે આપ જાવ.’

પેલા માણસે કહ્યું, ‘કહે છે કે સંતશ્રીની સભામાં તેમના ઉપદેશમાં બધાને તેમના મનના પ્રશ્નનો અને સમસ્યાનો ઉકેલ મળે છે પણ મને હજી મારી સમસ્યાનો ઉકેલ મળ્યો નથી એટલે હું ઘરે નહિ જાઉં.’ સેવક તેમને સંત પાસે લઇ ગયો અને બધી વાત કરી સંતે કહ્યું, ‘શું છે તમારી સમસ્યા મને જણાવો હું મને ખબર હશે તો ચોક્કસ તમને ઉકેલ જણાવીશ.’ માણસે કહ્યું, ‘હું રોજ મંદિરે જાઉં છું,તમારા જેવા સંતોના સત્સંગમાં જાઉં છું,પણ મારા મનમાં એક ન સમજાય તેવો ઉચાટ અને ચિંતા હંમેશા રહે છે ક્યાંય શાંતિ મળતી નથી.મને બધું જ હોવા છતાં કઈ ગમતું નથી મનમાંભાર રહે છે.સુખ છે પણ સાચો આનંદ નથી મળતો.’

સંત બોલ્યા, ‘તને બધું મળશે પહેલા તું મને એક વચન આપ કે આજે રાત્રે સુવા પહેલા તારા મનમાં જેની જેની સાથે દુશ્મની છે ..જેની જેની તું ઈર્ષ્યા કરે છે …જે વ્યક્તિઓ તને બિલકુલ પસંદ નથી તે બધા માટે તું ભગવાનને પ્રાર્થના કરીશ કે ‘ભગવાન તેઓ ભલે મારા દુશ્મન હોય તેમને સુખી કરજો…બધાનું કલ્યાણ કરજો …કોઈને દુઃખી કરતા નહિ …બધાને અઢળક સુખ આપજો.’જા આજે રાત્રે આ પ્રાર્થના સાચા મનથી કરજે અને કાલે સાંજે સત્સંગ પછી મને મળજે.’

માણસ ઘરે ગયો સંતે કહ્યું હતું તેમ બધા દુશ્મનો,અણગમતા માણસો, પોતેજેનીઈર્ષ્યા કરતો હતો તે બધાને યાદ કર્યા અને સંતે જણાવ્યા મુજબની પ્રાર્થના કરી.બસ જાણે જાદુ થયો હોય તેમ તેના મનનો ભાર ઓછો થઈ ગયો અને તેને ઊંઘ આવી ગઈ.’ તે સાંજ સુધી રાહ ન જોઈ શક્યો સવારે જ સંત પાસે દોડી ગયો અને કહેવા લાગ્યો, ‘મેં આપના કહેવા મુજબ પ્રાર્થના કરી, સાચા મનથી કરી અને મને સાચે બહુ સારું લાગ્યું મનનો ભાર હળવો થયો અને ઊંઘ પણ આવી ગઈ.હવે મને આગળ જણાવો હું શું કરું ??’ સંત બોલ્યા, ‘બસ આ પ્રર્થના ચાલુ રાખજે જયાં સુધી તારા મનમાંથી દુશ્મનાવટ, નફરત,ગુસ્સો, ઈર્ષ્યા ચાલી ન જાય અને આજથી જ કોઈ જોડે વેર ઝેર, ઈર્ષ્યા,નફરતકરતો નહિ તો તારી બધી સમસ્યાઓ દુર થઈ જશે.ઉચાટ દુર થઇ શાંતિ મળશે.’સંતે સાચો રસ્તો દેખાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top