રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ રોકાવાનું નામ નથી લેતું. રશિયાને આ યુદ્ધ માટે જરૂરી નાણાં પુરવઠો ન મળે તે બહાના હેઠળ અમેરિકાએ ભારત સાથેની વ્યાપાર સમજૂતીમાં ‘રશિયા પાસેથી ભારતે ટીપું પણ તેલ નહીં ખરીદવું’ તે મુજબનો કરાર ભારતનું કાંડું આમળીને કરાવ્યો છે એમ કહીએ તો જરાય ખોટું નથી. હવે ભારત માટે વિકલ્પ અમેરિકા તેમજ વેનેઝુએલા પાસેથી ખનિજ તેલ ખરીદવાનો રહેશે, જે ખૂબ લાંબા અંતરેથી લાવવું પડશે એટલે મોંઘું પડશે, જેની વ્યાપક અસરો વિવિધ ક્ષેત્રે ઊર્જાનો ઉપયોગ કરતાં ભારતનાં ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર તેમજ ઘરગથ્થુ વપરાશકારો ઉપર પડશે.
બીજી બાજુ રશિયા યુક્રેન ઉપરના હુમલાઓ વધુ તેજ કરી રહ્યું છે. ૩ ફેબ્રુઆરીની સ્થિતિએ રશિયાએ યુક્રેન ઉપર ૭૦ મિસાઇલ અને ૪૫૦ ડ્રોન ઝીંક્યા છે. આમ કરીને રશિયાએ યુક્રેનના ‘એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ ઉપર એવા સમયે હુમલો કર્યો છે જ્યારે માઇનસ ૨૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગાત્રો થીજાવી દે તેવી ઠંડીથી યુક્રેન ધ્રૂજી રહ્યું છે. આવી હાડ-સોંસરવી ઊતરી જાય તેવી ટાઢમાં રશિયાના આ હુમલાઓને કારણે યુક્રેનની ઊર્જા વ્યવસ્થા ખાસ કરીને ઘરોને ગરમ રાખવા માટે પૂરી પડાતી ઊર્જાનું તંત્ર વેરવિખેર થઈ ગયું છે અને યુક્રેનની રાજધાની કિવના ૧૦૦૦ કરતાં વધારે રહેણાંકનાં મકાનો હિટરની વ્યવસ્થા ખોરવાઈ જતાં વિપરીત સંયોગો સામે જીવન ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યાં છે.
માત્ર ઊર્જાની આંતરમાળખાકીય સવલતોને જ નુકસાન થયું છે તેવું નહીં પણ આ હુમલામાં બીજા વિશ્વયુદ્ધ વખતનું યુદ્ધસ્મારક (જે અવિભાજ્ય સૉવિયેત રશિયામાં ઊભું કરવામાં આવ્યું હતું અને કીવ ખાતે અસ્તિત્વ ધરાવતું હતું તે) પણ ક્ષતિગ્રસ્ત થયું છે. બીજા વિશ્વયુદ્ધ સમયે સૉવિયેત રશિયા દ્વારા જે વીરતાથી લડાઈ લડવામાં આવી હતી તેની યાદમાં આ સ્મારક બન્યું હતું. યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી રશિયાના આ હુમલાઓને ઊર્જા આંતરમાળખું તોડી પાડવાના સુઆયોજિત પ્રયાસના ભાગરૂપે ગણાવે છે.
મૉસ્કો દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા આ હુમલાના વીડિયો ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. યુક્રેનના ખારકીવ વિભાગમાં રશિયાના ઇસ્કંદર મિસાઇલોએ અમેરિકા દ્વારા ઉત્પાદિત હીમર સિસ્ટમને પણ તોડી પાડી છે અને યુક્રેનના ઍર ડિફેન્સને ભેદીને નિર્ધારિત લક્ષ્યાંકો ઉપર ચોકસાઈપૂર્વકના હુમલા કર્યા છે. આ હુમલા કીવ ઉપરાંત ડીનીપ્રો, ઓડેસા અને વિનિત્સિયા રિજીયનમાં પણ કરવામાં આવ્યા છે. ઝેલેન્સ્કીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘રશિયાએ અમારા વિસ્તારો ઉ૫૨ કરેલા હુમલાઓને કારણે જે નુકસાન થયું છે, તે સામે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
કીવમાં ડ્રોન હુમલાને કારણે હાઇરાઇઝ બિલ્ડિંગોમાં આગ લાગી છે અને મોટા પાયે બચાવ કામગીરી જરૂરી બની છે. યુક્રેનમાં અત્યારે શિયાળો એની પૂરી તાકાત અજમાવી રહ્યો છે ત્યારે ત્યાંનાં નાગરિકોને આતંકિત કરવા માટે રશિયા આ હુમલા કરે છે પણ મંત્રણાના ટેબલ પર બેસતું નથી. ઝેલેન્સ્કી કહે છે કે, હવાઈ હુમલા સામે રક્ષણ આપતી મિસાઇલ્સ અને અન્ય સામગ્રી અમારા સાથીઓ પાસેથી બને તેટલી ઝડપે મળે તેવી હાલના સંયોગોમાં અમારી અપેક્ષા છે. રશિયા ઉપર દબાણ લાવ્યા વગર આ યુદ્ધનો અંત નહીં આવે. યુદ્ધમાંથી પાછા ફરી મંત્રણાઓનો રસ્તો પસંદ કરવાને બદલે રશિયા અત્યારે યુદ્ધ વધારવાનો અને લોકોને આતંકિત કરવાનો રસ્તો અપનાવી રહ્યું છે.
આમ, એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાધાન તરફ લઈ જવા માટે બનતા પ્રયત્નો કરી રહ્યો છે ત્યારે રશિયાના પક્ષે પુતિન યુક્રેનમાં ગાત્રો થિજાવતી ઠંડી પડી રહી છે તેનો લાભ લઈ એની ઊર્જા વ્યવસ્થાને ખોરવી નાખી યુક્રેનને નમાવવા માટે પ્રયત્નશીલ છે. ટ્રમ્પ બીજી વખત પ્રમુખ બન્યા ત્યારે પોતાના હોદ્દાનો પદભાર ગ્રહણ કરતાં એવો હુંકાર કર્યો હતો કે, પોતે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચપટી વગાડતામાં પતાવી દેશે, આજે એ વાતને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો પણ પોતાનો નિર્ધાર સફળ કરવામાં ટ્રમ્પ કામિયાબ રહ્યા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.