SURAT

વિધર્મીઓને વિહિપની વોર્નિંગ: નવરાત્રિમાં દેખાયા છે તો ખેર નહીં…

સુરત(Surat) : નવરાત્રિના (Navratir) પ્રારંભ પહેલાં હિન્દુ (Hindu) સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે (BajrangDal) ભેગા થઈ વિધર્મીઓને (Vidharmi) ચેતવણી (Warning) આપી છે. નવરાત્રિમાં (Navratri) દેખાયા તો ખેર નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જ સુરત પોલીસના સહકારથી હિન્દુ સંગઠનોએ વિવિધ નવરાત્રિના આયોજનોમાં હિન્દુ યુવતીઓની રક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની તૈયારી કરી લીધી છે.

ગયા વર્ષે સુરતમાં એક નવરાત્રિના આયોજનમાં બબાલ થઈ હતી. અહીં બાઉન્સર તરીકે ફરજ બજાવતો એક બોડીગાર્ડ વિધર્મી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તે વિધર્મી નામ બદલીને બાઉન્સર તરીકે ફરજ બજાવતો હતો, તે બાબત હિન્દુ સંગઠનોના ધ્યાન પર આવતા હંગામો થયો હતો. વિધર્મીને મારીને તગેડી મુકવામાં આવ્યો હતો.

તે ઘટનાએ ખાસ્સી ચકચાર જગાવી હતી. આ વર્ષે એવી કોઈ ઘટના ન બને તે માટે હિન્દુ સંગઠનો પહેલેથી એક્ટિવ થઈ ગયા છે. બાઉન્સર તરીકે કોઈ પણ વિધર્મીને નવરાત્રિમાં ન રાખવા કમર્શિયલ આયોજકોને ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત નવરાત્રિમાં હિન્દુ સંગઠનોના કાર્યકરો તૈનાત રહેશે, જેઓ ચાંપતી નજર રાખશે.

વિશ્વ હિન્દુ પરિષદના સુરત વિભાગના મંત્રી નિલેશ અકબરીએ કડક શબ્દોમાં કહ્યું કે, હિન્દુ યુવતીઓને ફસાવવા માટે વિધર્મીઓ હિન્દુ તહેવારોમાં પ્રવેશતા હોય છે, ત્યાર બાદ લવજેહાદની ઘટનાને અંજામ આપે છે. આવા વિધર્મીઓને નવરાત્રિમાં પ્રવેશવા દેવાશે નહીં. હિન્દુ સંગઠનોના કાર્યકરો અધિકૃત ઓળખપત્ર સાથે નવરાત્રિના આયોજનોમાં ચોકીદારી કરશે. શંકાસ્પદોના આધારકાર્ડ સહિતના ઓળખપત્રો ચેક કરવામાં આવશે. જો કોઈ વિધર્મી નવરાત્રિમાં પકડાશે તો પોલીસની મદદથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

નવરાત્રિના આયોજકોને ચીમકી અપાઈ
નવરાત્રિનું કમર્શિયલ આયોજન કરનારાઓને વિહિપે ચીમકી આપી છે કે સનાતન હિન્દુ ધર્મમાં આસ્થા ન ધરાવતા લોકોને ગરબા પંડાળમાં પ્રવેેશ આપવો નહીં. બાઉન્સર કે અન્ય કોઈ પણ કામ માટે તેઓને કાર્યક્રમમાં સામેલ કરવા નહીં. નિલેશ અકબરીએ કહ્યું, આ વખતે આયોજકો પણ સચેત છે. વિધર્મીઓને ગરબા આયોજનોથી દૂર રખાયા છે. તેમ છતાં કોઈ હશે તો તેની સામે વિહિપ કાર્યવાહી કરશે.

સંગઠનના નામનો દુરુપયોગ કરનારાથી બચો
છેલ્લાં કેટલાંક સમયથી વિહિપ અને બજરંગ દળ જેવા હિન્દુ સંગઠનોના નામોનો દુરુપયોગ કરાતો હોવાનું ધ્યાન પર આવ્યું છે, ત્યારે આજે વિહિપના મંત્રી નિલેશ અકબરીએ અપીલ કરી હતી કે લોકો લેભાગુઓથી બચે. સોશિયલ મીડિયામાં હિન્દુ સંગઠનોના નામે બેફામ નિવેદનો આપનારાથી ચેતે. આ સાથે જ સંગઠનના નામનો ખોટી રીતે ઉપયોગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ અકબરીએ ઉચ્ચારી હતી.

Most Popular

To Top