એક ગામ હતું. સવારના નવેક વાગે ગામને ચોરે, ગામના વડિલોનું રાવણ બેઠું હતું. ત્યાં બે સગા ભાઇઓ, ઝગડો લઇને રાવણા પાસે ન્યાય માગવા આવ્યા. બંને ભાઇઓની ફરિયાદ, રાવણાએ સાંભળી. ગામના રાવણાને મતે ન્યાય મોટા ભાઇ તરફ ઢળતો હતો. નાનો ભાઇ ખોટો હતો. એટલું જ નહિ. ઝગડાળુ પણ હતો.
રાવણાએ વિચાર કર્યો. જો મોટા ભાઇને સાચા ઠેરવીને વાતનો ન્યાય આપવામાં આવશે તો નાનો ભાઇ કાયમ મોટા ભાઇને હેરાન પરેશાન કરતો રહેશે અને બંને ભાઇઓ વચ્ચે દુશ્મની વધતી જશે. લાંબા વિચાર મંથન પછી રાવણાએ ન્યાય નાના ભાઇની તરફેણમાં આપ્યો. આથી નાનો ભાઇ ખુશ થઇ ગયો. મોટો ભાઇ શાણો, સમજુ અને ડાહયો હતો. રાવણું નાના ભાઇ તરફ ઢળ્યું એનું એને જરાયે દુ:ખ નહોતું.
રાવણું ત્યાર પછી બોલ્યું ડાહયો માણસ ગામ વચ્ચે લૂંટાયો. ખેડૂત આંદોલન ચાલી રહયું છે. આંદોલનવાળા કહે છે અમે ખરા છીએ. આમે સરકાર પણ અડિયલ બની છે. શું સરકાર ડાહી અને શાણી બનીને પેલા મોટા ભાઇની જેમ દેશ વચ્ચે લૂંટાશે ખરી??? ખેડૂતો કે સરકાર જે જાહેરમાં લૂંટાશે એની આબરૂ વધશે.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.