Vadodara

પીડિતાનું નિવેદન લેવાયું, પુરાવા એકત્ર કરાયાં

વડોદરા : ગોત્રી પોલીસ મથકના પીઆઈ સુનીલ ચૌધરી પાસેથી ગર્ભશ્રીમંત રાજુ ભટ્ટ અને અશોક જૈનની બળાત્કારના ગુનાની તપાસ આંચકી લેવાઈ હતી. ક્રાઈમ બ્રાંચને સોંપાયાના ગણતરીના કલાકોમાં જ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.બી.જાડેજાની દુષ્કર્મ કેસમાં રહસ્યમય ભૂમિકા હોવાની શંકાએ તાત્કાલિક બદલીનો હુકમ થતાં લિવ રિઝર્વમાં મુકાતા સનસનાટીભર્યા વધુ એક વળાંક આવ્યો હતો. માલેતુજાર સીએ અશોક જૈન અને રાજુ ભટ્ટે સ્વરૂપવાન યુવતી સાથે માણેલી મજાનો ભાંડો ફૂટતાં ઢાંક પિછોડો કરવા ધમપછાડા કરી ચૂકેલાપીા ઈ એ.બી.જાડેજાની સાંઠગાંઠ ઉધાડી પડી જતાં પોલીસ ખાતુ ખુદ શર્મ અનુભવી રહ્યું છે.

આટલા ગંભીર ગુનો આચરનારા વાસનાભૂખ્યા નરાધમોની ખુલ્લી ફેવર પીઆઈ કક્ષાનો અિધકારી કરે અને મામલો સંકેલી લેવા એડીચોટીનું જોર લગાવવાની પાછળનું કારણ શું? બૂટલેગર સાથે મેળીપાપણું? ધનવૈભવમાં આળોટતાં પ્રતિષ્ઠિત માંધાતાઓની કદમબોસી કરવાના નાણાં મળ્યા હતા કે પછી સંતોનો રૂઆબ છાંટતા હતા. તેવા અનેક ચર્ચા પોલીસ ખાતાના અિધકારીઓમાંથી જ સાંભળવા મળી હતી.

રાજુ ભટ્ટને ફરિયાદ પૂર્વ સમગ્ર મામલાની ગંધ આવી જતાં પીઆઈ એ.બી.જાડેજાનો સંપર્ક કર્યો હતો અને મદદ માગી હતી તે તો ઉધાડુ પડી ગયું. ત્યારબાદના ટૂંકા ગાળામાં લક્ષ્મણ પરમાર નામના ઈસમે રાજુ ભટ્ટને ફરિયાદ થઈ ગઈ હોવાની જાણકારી આપતા જ બંને નરાધમો ફરાર થઈ ગયા હતા. શંકાસ્પદ પોલીસની ભેદી ભૂમિકાના પગલે શહેરભરની પોલીસ ફરાર આરોપીઓની શોધખોળમાં છોડ્યું પડ્યું હતું. ક્રાઈમ બ્રાંચે જ ટીમ બનાવીને વિવિધ દિશાઓમાં રવાના કર્યા હતા. જ્યારે બીજીતરફ ટેકનીકલ સોર્સિસ અને બાતમીદારોની પણ મદદ લઈને તપાસનો દોર લંબાવ્યો હતો. તપાસ અિધકારી પીઆઈ વી.આર.ખેરે આજે પીડિતાનું નિવેદન લીધું હતું. તેમાં પોલીસને પ્રાથમિક તપાસમાં જ ગુનો બન્યોહો વાની શંકા મજબુત બની છે.

Most Popular

To Top