Vadodara

કેફી પીણું પીવડાવી દુષ્કર્મ કેસમાં પીડિતાને તપાસ માટે વડોદરા લવાઈ

વડોદરા : દીલ્હીથી ફરવા માટે વડોદરા આવેલી મામાની દીકરીને લગ્નની લાલચ આપીને હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરવાના કેસમાં દિલ્હીની યુવતીને વડોદરા બોલાાવાઇ છે. આ યુવતી વડોદરા આવ્યા બાદ તેનું વિગતવાર નિવેદન લઇને યુવાન સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું. દરમિયાન, દુષ્કર્મ આચરનારા યુવકની પોલીસે શોધખોળ શરુ કરી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા દિલ્હી પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસમાં ટ્રાન્સફર કરી હતી.

યુવતીની ફરિયાદ મુજબ દિલ્હીમાં રહેતી અને બી.એ સુધીનો અભ્યાસ કરેલી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2016માં દિલ્હીના યુવક સાથે થયા હતાં. લગ્ન બાદ યુવતીના વડોદરામાં રહેતા ફોઈના પુત્રએ પોતાના લગ્ન આ યુવતી સાથે કરવા જણાવ્યું હતું,અને યુવતીને તેના પતિ સાથે છુટાછેડા આપવાની વાત પણ કરી હતી. દરમિયાન રીટા વર્ષ 2020 પોમાં તાની ફોઈના ઘરે વડોદરા ફરવા માટે આવી હતી. ત્યારે ફોઈના દિકરા અનિલે મામાની દિકરીને શહેરની હોટલ રાહીમાં લઈ ગયા બાદ તેને કેફી પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

દુષ્કર્મ બાદ અનિલે યુવતીને તેના પતિ સાથે છુટાછેડા લઈ લેવા માટે ધમકાવી હતી. અનિલના પરિવારજનોએ પણ રીટાને તેના પતિ સાથે છુટાછેડા લઈ લેવા જણાવી અનિલ સાથે તેના લગ્ન કરાવી આપવા જણાવ્યું હતું. અનિલે દિલ્હી જઇને તેના પરિવારને પણ તે આ યુવતી સાથે લગ્ન કરવા તૈયાર છે, તેમ જણાવ્યું હતું. 2021માં યુવતીના છુટાછેડા થતા જ અનિલે લગ્ન કરવાની ના પાડી દિધી હતી. યુવતીએ અનિલને સમજાવવા તેના ભાઈ-ભાભીને વડોદરા મોકલ્યાં હતા ત્યારે અનિલે જણાવ્યું કે ‘આપકી બહન મેરે લીયે એક ખીલોના હૈ’ હું તેની સાથે રમત રમી રહ્યો હતો,અને તે લગ્ન નહી કરે.

અનિલના પરિવારે પણ યુવતી સાથે અનિલે જે કાઈ કર્યું તેના બદલે રૂપીયા આપવાની ઓફર કરી હતી. આખરે યુવતીએ દિલ્હી પોલીસ સ્ટેશનમાં અનિલ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરાવતા આ ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ હતી. દરમિયાન ગોત્રી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ અને આ મામલાના તપાસ અધિકારી એસ વી ચૌધરીએ જણાવ્યું હતું કે, ફરિયાદમાં ઉલ્લેખ થયેલ આરોપી અનિલની પોલીસે શોધખોળ શરુ કરી હતી. બીજી તરફ હાલ દિલ્હીમાં રહેલી આ યુવતીને પણ વડોદરા બોલાવાઇ છે. યુવતી વડોદરા આવ્યા બાદ તેની વિગતવાર પુછપરછ કરી નિવેદન લઇને તપાસ શરુ કરાશે.

Most Popular

To Top