Charchapatra

ગુજરાતમિત્રનાં મૂલ્યો અને તટસ્થતા

આજકાલ પહેલગામ એટેક પછી એટલા બધા સમાચાર મીડિયામાં, રાજકારણીઓ, વિવિધ રાજકીય પક્ષો દ્વારા જે સમાચારોનો બોમ્બમારો કર્યો છે તેમાં સાચુ શું તે ખબર પડતી નથી. તથા ખોટા ડોક્ટરો, ખોટી હોસ્પિટલ, ખોટા પોલીસ, ખોટી યુનીવર્સીટી, ખોટી ડિગ્રી, ખાવામાં ભેળસેળ, ફિક્સ થયેલી ક્રિકેટ મેચો, વગેરેના સમાચાર સાંભળીને હવે સમાચારોમાંથી મન ઊઠી ગયું છે.

સિંદૂર અને પાકિસ્તાન સામેનાં એટેકમાં કોણ જીત્યું તે ખબર પડતી નથી. અમુક ન્યુઝ ચેનલો કંઈક જુદા જ સમાચારો ફેલાવે છે. પણ હું ગુજરાતમિત્ર છેલ્લા ૬૦ વર્ષથી વાંચું છું. એ સિવાય હવે બીજી બધી ન્યુઝ ચેનલો જોવાની કે પેપર વાંચવાના બંધ કરી દીધા છે. મને આશા છે કે ગુજરાતમિત્રમાં તટસ્થ સમાચાર જાણવાના મળે છે. દેશને લગતા, દુનિયાને લગતા, પ્રજાને લગતા સમાચારોમાં ભેળસેળ ન હોવી જોઇએ. મને આશા છે કે ગુજરાતમિત્ર અખબાર આ મૂલ્યો  જાળવી રાખશે છે.
સુરત     – સ્મિતા દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બીઆરટીએસ રૂટમાં ઘૂસતાં વાહનચાલકોને પકડો જ પકડો
બીઆરટીએસ રૂટમાં સીટી બસો, બસ નં. 108 તથા ઇમરજન્સી સરકારી વાહનો દોડાવવા માટેની કાયદાકીય પરવાનગીઓ છે. છતાં પણ કેટલાંક વાહનચાલકો, અતિ ઝડપે બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરીને પોતાનાં વાહનો હંકારતાં હોય છે. આવા રૂટ ઉપર કયારેક તો ટ્રાફિક બ્રિગેડના જવાનો હાજર હોવા છતાં એમની ધરાર અવગણના કરીને વાહનચાલકો પોતાનું શૌર્ય દર્શાવતાં હોય છે.

જો બીઆરટીએસ રૂટમાં બીજાં વાહનો દોડાવવા એ કાયદાકીય રીતે ગુનો બનતો હોય તો આવાં ઘૂસણખોરોને રોકીને દંડ કેમ કરવામાં નથી આવતો, એ પણ એક સવાલ તો છે જ. ડબલ ગુનો આચરનારા આવાં વાહનચાલકોને પકડવા જ જોઇએ અને એમને સજાઓ (જેલની) પણ થવી જોઇએ. પૈસાના દંડથી કાંઇ નહિ વળે. ટીઆરબીના યુવાનો અને યુવતિઓ આવા કાયદાતોડુઓને પકડે જ પકડે.
સુરત     બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top