Charchapatra

ભૂતપૂર્વ સહિત અભૂતપૂર્વનું મૂલ્ય અનેરું

દરેક માનવી જીવનના અમુક તબક્કા પૂર્ણ કરે એટલે ભૂતપૂર્વ, નોકરી નક્કી થયેલ વય પૂર્ણ થાય, ધંધા કે વ્યવસાયમાં ઢળતી વય, કામ ન થઈ શકવાને કારણે નિવૃત્ત થવું પડે. અમુક ક્ષેત્ર, વ્યવસાય, જેવા કે કલા, સંગીત, લેખન, પત્રકાર, એડવોકેટ, ડોકટર, રાજકારણી, જ્ઞાન પીરસનાર, સાચી સેવા કરવાના ભેખધારીઓમાં નિવૃત્તિ નહીં પણ જીવનપર્યન્ત પ્રવૃત્ત રહી શકાય છે. નોકરી કે વ્યવસાયમાંથી નિવૃત્ત થનારા પોતાનામાં રહેલી “કલા “ના લીધે પ્રવૃત્ત રહી શકે. સંગીત સ્વરસામ્રાજ્ઞી સ્વ. લતા મંગેશકર તેણીના કોકિલકંઠની કુદરતી કલાના લીધે જીવનપર્યન્ત સંગીત પીરસતાં રહ્યાં એ “અભૂતપૂર્વ” જ કહેવાય ને,સિનેમા જગતના અમિતાભ સહિત અનેકના ઉદાહરણ આપી શકાય. તે જ પ્રમાણે લેખક, પત્રકાર સમાજને સાચી દિશા બતાવવાનું જીવનપર્યન્ત, તો ડોક્ટર આજીવન ડોક્ટર બનીને અન્યની જિંદગી બચાવવાનું, એડવોકેટ કાયદાકીય સલાહ આપીને ગરીબ, વંચિત વર્ગને મદદરૂપ થવાનું કાર્ય કરતા રહે છે.આમ કોઈ પણ ક્ષેત્રે દરેક માનવી સાચી તેમજ જ્યાં ખોટું થતું હોય ત્યારે અવાજ ઉઠાવવાની દિશામાં કાર્ય કરીને” અભૂતપૂર્વ “બની શકે છે.
સુરત     – ચંદ્રકાન્ત રાણા   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top