Charchapatra

માનવીનું મૂલ્યાંકન પદ, પૈસાથી જ આંકી ન શકાય

કહેવાય છે કે કોઈ પણ પ્રકારના માનવી ઉપર તાત્કાલિક વિશ્વાસ ન કરવો જોઈએ. માનવીને ઓળખવો મુશ્કેલ નહીં ખૂબ જ કપરું છે. ડિજીટલ યુગની શરૂઆત થઈ તે પહેલાંના સમયથી ફાંકડી વાક્ છટા ધરાવનારા, નકલી હોદ્દો ધારણ કરી અન્યને આંજી નાખવામાં પાવરધા હોય છે ભલ ભલા નિરક્ષર, ભણેલા સ્ત્રી, પુરુષને મોહ,માયાજાળમાં ફસાવી પોતાનું ધાર્યું કામ કરાવી લેતાં હોય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાચું બોલવાનો જ આગ્રહ રાખતા. ગાંધીજીના શાળા સમયનો કિસ્સો બધાંને યાદ હશે જ કે સ્કૂલમાં તપાસણી સમયે જોડણીની ભૂલ સુધારી ન હતી.

આપણે એકવીસમી સદીમાં પણ હજુ માનવીની ઓળખ પદ,  પૈસાથી કરીએ છીએ તેની ના નહીં, પણ માનવીય ગુણો પણ જોવા જોઈએ. આજે દરેક સમાજમાં લગ્ન છોકરી, છોકરાની નોકરી સરકારી છે કે કેમ તેના ઉપરથી કરે છે, ભલે તે પછી વ્યસની હોય, વ્યસનમુકત માનવીય મૂલ્યો ધરાવનારો પણ ખાનગી નોકરી, વેપાર અને ઉચ્ચ શિક્ષણ ધરાવનારને પસંદ કરશે નહીં. જો કે અપવાદ હોય છે. વ્યસની કે નિર્વ્યસની હોવું એ દરેક માનવીની અંગત બાબત છે.પરંતુ આજે અન્યને અંજાવી દેનાર સફળ રહે છે.અખબારોમાં સમાચાર વાંચતાં જણાય કે ડિજિટલ માધ્યમ થકી રોજ કેટલાં લોકો ભોગ બને છે.

માનવી સાચું બોલે કે જૂઠું બોલે તે માપવાના કોઈ સાધનની શોધ હજુ સુધી થઈ નથી અને થવાની પણ નથી. જ્યાં સુધી માનવીમાં એટલી સમજણ ન આવે કે બે હાથ જોડવાથી નહીં, પણ બે હાથે કામ કરવાથી ઉદ્ધાર થશે કે નહીં તે તો ખબર નહીં, પણ નુકસાન તો થશે જ નહિ. આજે પ્રામાણિકતાના દાખલા માલિકને જોઈએ તે રીક્ષાચાલક, સફાઈ કામદાર વગેરે મૂળ કોઈ પણ જાતના અવેજની આશા રાખ્યા વગર વસ્તુ પરત કરે છે ત્યારે માનવીનું મૂલ્યાંકન કઈ રીતે કરવું તે દરેક માનવી માટે ગંભીર વિચારણા કરી શકાય તેવો પ્રશ્ન છે.
સુરત     – ચંદ્રકાંત રાણા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top