આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (એઆઇ)નો ઉપયોગ માનવીને નકામો બનાવવા નહીં પણ માનવીની ક્ષમતા વધારવા માટે જ કરવાની જરૂર છે. એ.આઇ અને રોબોટીકસ સિસ્ટમનો ઉપયોગ માનવીની નકલ બનાવવા માટે ન થવો જોઇએ. આજકાલ વિશ્વમાં એ.આઇ. ઉપયોગ ખર્ચાઓ ઘટાડવા માટે જ થઇ રહ્યો છે. જે કામ એક આખા વિભાગ દ્વારા થતું હતું તે હવે એ.આઇ. દ્વારા કરાવવામાં આવે છે, જેની ગતિ માનવી કરતાં અનેકગણી છે, જે માનવીને બેકાર પણ બનાવી શકે એમ છે. વિશ્વવિખ્યાત એ.આઇ. નિષ્ણાત સ્ટુઅર્ટ રસેલના જણાવ્યાનુસાર જો એ.આઇ.ને આપણે પોતાની ભલાઇના હિસાબથી ડીઝાઇન થશે તો તેઓ મનુષ્યને પાછળ છોડી દેશે.
સ્ટીફન ટોકીન્સ બીબીસી પર આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવેલ હતું કે એ.આઇ.ના ક્ષેત્રના પૂર્ણ વિકાસ માનવજાતના અંતનું કારણ બની શકે. અત્યાર સુધી એ.આઇ. ફકત ટુલ્સ હતા તે આપણને ફકત મદદરૂપ થતા હતા પરંતુ હવે તેઓ કલ્પના કરવામાં પણ આપણને માર્ગદર્શન આપે છે. આમ એ.આઇ. આજે નવી સંસ્કૃતિ બનાવી શકે છે. એ.આઇ.ના ગોડફાધર મનાતા અમેરિકાના 75 વર્ષના જેફ્રી હિન્ટેન ત્રણ કંપનીમાંથી તાજેતરમાં રાજીનામું આપીને જણાવેલ હતું કે મને મેં આ ક્ષેત્રમાં કરેલા કામનો અફસોસ છે.
એ.આઇ. યેટબોટના તીવ્ર ગતિનો વિકાસ માનવતાનો વિનાશ છે. અમેરિકાની બાઇડેન સરકારે તાજેતરમાં સિલીકોન વેલીની કંપનીઓના વડાઓ સાથે એ.આઇ.નાં જોખમોને મર્યાદિત કરવા જણાવેલ છે. એક સમાચાર અન્વયે એ.આઇ.ના દુરુપયોગથી ડઝનથી વધુ નકલી ન્યૂઝ સાઇટની ભરમાર પેદા થયેલ છે, જેનાથી વિશ્વમાં ખોટા સમાચાર ફેલાવીને વિશ્વને ગંભીર નુકસાન કરનારા બને તો નવાઇ નહીં. અમેરિકાના પ્રમુખ બાયડેન જણાવતા હોય ત્યારે વિશ્વે એ.આઇ. પ્રત્યે ગંભીર બનીને હવે તેની હરણફાળને નાગરિકોના હિતમાં રૂક જાવ કહેવાની જરૂર છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુરતથી સવારે ઉપડતી વિરાર ટ્રેન નિયમિત રીતે અનિયમિત
સુરતથી સવારે 4.20 વાગ્યે ઉપડતી વિરાર એક્ષપ્રેસ ટ્રેન નિયમિત રીતે અનિયમિત નવસારી સ્ટેશન પર આવે છે. એ ટ્રેન નવસારી 5.20 કે 5.22 આવવાનો સમય 5.6 કે 5.10નો છે પરંતુ તે દરરોજ મોડી આવે છે તો એ ટ્રેન સુરતથી મોડી ઉપાડવામાં આવે તો એ ટ્રેનમાં સુરતથી આવનારને રાહત થશે. ટ્રેન પકડવા. સુરતથી ટ્રેન ઉપડે ને એને નવસારી આવતાં એક કલાક કરતાં પણ વધુ સમય થાય છે ને એ ટ્રેન પાછી એક્ષપ્રેસ કહેવાય છે. એક્ષપ્રેસ કોને કહેવાય? જે ઝડપથી આવે તે. રેલવે તંત્રને સમજાય તો સારું.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.