Charchapatra

આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ નૈતિક,કાયદાકીય રીતે ગુંચવાડાભર્યો છે

વિશ્વમાં ખતરારૂપ અને ઉપકારરૂપ મનાતા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એ.આઈ) ની ચર્ચાઓ પૂરા વિશ્વમાં લાંબા સમયથી ચાલી રહેલ છે. આપણા દેશમાં 72 કરોડથી વધુ નાગરિકો રોજબરોજની જિંદગીમાં એ.આઈ.નો આજે ઉપયોગ કરી રહી છે ત્યારે એ.આઈ.નાં જોખમો અંગે આપણા દેશમાં કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડીયા (સી.સી.આઈ) એ.આઈની દેશમાં અસરોના વિગતવાર અભ્યાસ કરવાની છે જે આવકાર્ય પગલું હોઈ અભિનંદનને પાત્ર ગણી શકાય. આપણા દેશના ડો. રાજ રેડ્ડીએ એઆઈ પર દેશનું નહીં, પણ વિશ્વનું સૌ પ્રથમ પી.એચ.ડી. વર્ષ 1966માં અમેરિકન યુનિવર્સિટી સ્ટેન હોડ કરેલ હતું જે દેશ માટે એ ગંભીરતાથી નોંધ લેવાની જરૂર છે. 

(1) યુનોના જણાવ્યા પ્રમાણે એઆઈ વિશ્વશાંતિ માટે ખતરો છે. એ.આઈ.ના ઉપયોગથી શિક્ષણ, આરોગ્ય અને માનવજાતને ફાયદો થઈ શકે, પણ તેની સામે જોખમો ઘણાં મોટાં છે. (2) એ.આઈ.ના વપરાશ માટે આપણા દેશના કુલ વપરાશ જેટલી વીજળીની જરૂર પડશે જેના પરિણામે ઊર્જા અને જળસંકટનો ભય ઊભો થનાર છે. (3) વિશ્વની ટોચની ઈન્વેસ્ટમેન્ટ બેંકર ફર્મ ગોલ્ડમેન સાડસે જણાવેલ છે કે એઆઈના કારણે વિશ્વના 30 કરોડ લોકો નવરાં થઈ જશે.

(4) વૈશ્વિક નિષ્ણાતોની બનેલી સેન્ટર ફોર વૈશ્વિક એઆઈ સોસાયટીએ આપેલ ચેતવણીમાં એઆઈ પરમાણુ યુધ્ધની જેમ માનવજાત માટે ખતરનાક છે. (5) દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા પ્રમાણે એઆઈ જેવી ટેકનોલોજીની સમાજ પરની અસરો અંગે ગંભીર વિચારણા જરૂરી બને છે. (6) બ્રિટનના વડા પ્રધાન  સુતકના જણાવ્યા પ્રમાણે એઆઈ થી કેમીકલ-બાયોલોજીકલ વેપન્સ બનાવવાં સરળ બનશે.

(7) એઆઈના ખતરા સામે બ્રિટનમાં વિશ્વનું પ્રથમ એઆઈ સુરક્ષા શિખર સંમેલન યોજાયું જેમાં ભારત-બ્રિટન-અમેરિકા સહિતના વિશ્વના 28 દેશોનો એઆઈ સામે લડવા કરાર થયેલ છે. (8) આઈ એમ એફ (ઈન્ટરનેશનલ મોનીટર ફંડ) ના જણાવ્યા પ્રમાણે એઆઈ થી થયેલ ઉત્પાદનને વેગ મળશે પરંતુ આર્થિક અસમાનતા વધશે.  (9) દેશની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ,  યેન્ઝ યુડે ન્યાય પ્રક્રિયા પરનું જોખમ વધશે.એઆઈ નો ઉપયોગ નૈતિક, કાયદાકીય અને વ્યવહારુ રીતે જટિલ છે. (10) અંતમાં એઆઈ થી મૃતકોને જીવતાં કરવાનો ટ્રેન્ડ ચાલુ થયેલ છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પાળેલો સાપ કરડશે
એક ટંક જમવાનું જતુ કરી સંતાનનું સુખ પહેલા જોશે એજ સંતાન માટે પગનો થાય પછી એની મુથરાવટી એકદમ બદલાઈ જશે, ના જુએ આવતો અને બેંરી જુએ લાવતો. આપણે જો સાધન સંપન્ન હોઈએ તો આપણી મરણમુડી બેંક દ્વારા સચવાશે નિયમીત ભરણ પોષણ તેમજ બિમારીનો ખર્ચ આસાનીથી નિકળી જશે સંતાનના મહિનાજ રહેવુ પડશે નહિ જો આપણી પાસ મુડી ઉપાર્જનનું કોઈ સાધન ન હોય તો પોતાની મિલકત રીવર્સ મોર્ગેજ સ્કીમમાં મુકી આસાનીથી આનંદભર જીવી શકે !
અડાજણ          – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top