બાદશાહ નૌશેરવાનો મિજાજ ખુબ જ ગરમ હતો. તેમને એટલો ગુસ્સો આવતો કે સાવ નાની અમથી ભૂલની પણ તેઓ અતિશય મોટી ચાબુકના અમુક ફટકાની કે મોતની સજા કરી નાખતાં. એક વખત તેઓ પોતાના મહેલમાં કુટુંબ સાથે ભોજન કરી રહ્યાં હતાં ત્યારે શાક પીરસનારના પગમાં જાજમ વચ્ચે આવતા તેણે જરાક સમતોલન ગુમાવ્યું અને બહુ કાળજી રાખી છતાં હાથમાં રહેલાશાકનાં ચમચામાંથી રસાનાં થોડાં છાંટા બાદશાહનાં કપડાં ઉપર ઊડ્યાં.બાદશાહના મોંઘા કપડાં પર માંડ ચાર છાંટા ઉડ્યા હતા પણ બાદશાહએ મગજ ગુમાવ્યો.બાદશાહ ગુસ્સાથી લાલઘુમ થઇ ગયાં.તેમનું આ સ્વરૂપ જોઇને હાજર રહેલા બધા ડરી ગયા અને ચિંતા કરવા લાગ્યા કે હવે આ નોકરનું આવી બનશે તેને ભૂ કડક સજા થશે. આ વચ્ચે પીરસનાર નોકરે બાદશાહની માફી માંગવાની જગ્યાએ; ગુસ્સાથી રાતાપીળા થતા બાદશાહની શેરવાની પર શાકનો પર બાકીનો બધો રસો રેડી દીધો.બધાને થયું આ શું કર્યું નોકરે સામેથી પોતાની મોતને આમંત્રણ આપ્યું.
બાદશાહ હવે વધારે ગુસ્સે થયાં અને ઉભા થતાં બોલ્યા, ‘…, તારી આ હિંમત ?’
પીરસનાર નોકરે કહ્યું, ‘બાદશાહ, મને માફ કરજો, પણ આપનો ક્રોધ બધા જાણે છે અને હું સમજી ગયો કે ભલે તમારા કપડા પર માત્ર ચાર છાંટા શાકના રસાના ઉડ્યા છે પણ તમારું લાલઘુમ મોઢું અને ગુસ્સો જોઇને હું જોઇને હું સમજી ગયો કે મારો જાન હવે બચે તેમ નથી.તમે મને મૃત્યુદંડ જ આપશો.હવે હું બચી નહિ શકું,પણ મરતા મરતા આપની શાખ બચાવી શકું એટલે મેં આ હિંમત કરી.’ બાદશાહ બોલ્યા, ‘એટલે તું કહેવા શું માંગે છે તું એક ગુલામ અને તું મારી એક બાદશાહની શાખ બચાવીશ ??’ ગુલામ બોલ્યો, ‘હજૂર માફ કરજો પણ તમારા કપડા પર મારાથી ભૂલથી ચાર છાંટા શાકના રસાના ઉડ્યા અને તમે મને તે કારણસર ગુસ્સે થઈને મૃત્યુ દંડ આપ્યો આ વાત જયારે ત્ત્મારી પ્રજા અને અન્ય લોકો જાણે ત્યારે બધાના મનમાં તમારી શાખ બગડે કે એવા કેવા બાદશાહ કે આટલી નાનકડી ભૂલમાં મૃત્યુ દંડ આપ્યો.એટલે મેં જાણી જોઇને આપના કપડાં ઉપર બાકીનો બધો રસો રેડી દીધો. જેથી લોકો આ વાત જાણે ત્યારે કોઇ એમ ન કહે કે બાદશાહે ભૂલથી જરાં જેટલો રસો ઉડ્યો તેમાં તો ગુલામને મોતની સજા દઇ દીધી.એમ કહે કે બાદશાહ પર શાકનો રસો રેડે તેને મોતની સજા થવી જ જોઈએ બાદશાહે બરાબર સજા કરી છે.’ આ સાંભળીને બાદશાહનો ગુસ્સો શાંત થઇ ગયો અને ગુલામ પ્રત્યે માન ઉપજ્યું અને તેને માફ કરી દીધો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.