ભારતીય જનતા પાર્ટી (bhajap ) ના દિલ્હી યુનિટમાં આજકાલ બધુ બરાબર ચાલી રહ્યું નથી. છેલ્લા કેટલાક દિવસોથી પક્ષના કેટલાક નેતાઓમાં અસંતોષ વધ્યો છે. આનું મુખ્ય કારણ વોટ્સએપ ગ્રૂપમાંથી ( whatsapp group) બે પ્રવક્તાને દૂર કરવાનું છે. તેજીન્દર પાલ બગ્ગા અને નેહા શાલિની દુઆ એવા બે નેતા જેમને તાજેતરમાં જ ભાજપના યુનિટ ( bhajap unit) દ્વારા વોટ્સએપ ગૃપોમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ બંનેને પાર્ટીના વોટ્સએપ જૂથોમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, દિલ્હી ભાજપના મીડિયા ટીમના ( media team) વડા નવીન કુમારે દાવો કર્યો હતો કે પાર્ટીમાં બધુ બરાબર છે. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓએ તેમના ફોન્સ બદલાવી લીધા હશે, અથવા તેમાં કોઈ તકનીકી કારણ હોવા જોઈએ, જેના કારણે તેઓ જૂથમાંથી ડિલીટ થી ગયા છે.
બગ્ગા ભાજપના જાણીતા ચહેરા છે. મળતી માહિતી મુજબ શનિવારે તેમને પાર્ટીના બે વોટ્સએપ ગ્રુપમાંથી હટાવવામાં આવ્યા હતા. તેમાં મુખ્યત્વે પક્ષની મીડિયા ટીમના સભ્યો શામેલ છે. જો કે, મંગળવારે તેનો ફરીથી સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ તે પછી બગ્ગા જાતે જ વોટ્સએપ જૂથોમાંથી બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં, બગ્ગાએ ટ્વિટર પર તેમના બાયોમાંથી ‘ભાજપ પ્રવક્તા’ પણ હટાવી દીધું છે. બગ્ગા સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે આ ક્ષણે કંઇ પણ કહેવાની ના પાડી. તેમણે કહ્યું કે આ અંગે પાર્ટીના નેતાઓ સાથે વાત કરવી જોઈએ.
શાલિની દુઆ ફરીથી ગ્રૂપમાં જોડાઈ ગયા
બગ્ગાએ વર્ષ 2020માં વિધાનસભાની ચૂંટણી લડી હતી. આમાં તે હરીનગર બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા . બગ્ગા ઇચ્છતા હતા કે તેમને પાર્ટીમાં થોડી મોટી જવાબદારી મળે, પરંતુ તે થયું નહીં. બીજી તરફ, શાલિની દુઆને પણ ગ્રૂપમાંથી દૂર કરવામાં આવી છે. તે થોડા સમય પહેલા દિલ્હી ભાજપમાં સામેલ થઈ હતી. આ મહિનાની શરૂઆતમાં તેમને ગ્રૂપ માંથી દૂર કરવામાં આવ્યા હતા.સુત્રોએ જણાવ્યું છે કે તેમને ગયા શનિવારે ફરીથી જોડવામાં આવ્યા હતા. દિલ્હી ભાજપની મીડિયા ટીમમાં 25 થી વધુ પ્રવક્તા છે.
આ પહેલા હરીશ ખુરાના સાથે આવું બન્યું હતું
આવું જ કંઈક હરીશ ખુરાના સાથે બન્યું હતું. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મદનલાલ ખુરાનાના પુત્ર હરીશ પદાધિકારીઓની નિમણૂકમાં તેમની ‘પસંદગી’ ને નજરઅંદાજ કર્યા પછી લગભગ એક મહિના પહેલા દિલ્હી ભાજપના મીડિયા ટીમના વોટ્સએપ ગ્રૂપ માંથી ખસી ગયા હતા. તેમણે ભાજપના પ્રવક્તા પદેથી રાજીનામું આપવાની ધમકી આપી હતી, કેટલીક મહત્વની પોસ્ટ્સ આપવાની તેમની ઇચ્છાને અવગણીને બાદમાં દિલ્હી ભાજપના નેતાઓએ તેમને સમજાવ્યા અને તેમને પાર્ટીમાં મીડિયા રિલેશનશિપના વડાનું પદ આપવામાં આવ્યું હતું.