Madhya Gujarat

કાતોલના બે ભાઈઓએ માટીના ગણપતિ બનાવ્યા

કાલોલ: કાલોલના કાતોલ ગામના રાજપુત પરિવારના મુર્તિકાર એવા બે ભાઈઓએ સતત ૧૫માં વર્ષે માટીના ઇકો ફ્રેન્ડલી શ્રીજીબાપ્પાની મુર્તિઓ બનાવી છે. ગણેશોત્સવ અંતર્ગત મોટાભાગની ગણેશજીની પ્રતિમાઓ પ્લાસ્ટિક ઓફ પેરિસ અને અનેક વિધ કેમીકલ્સ રંગોથી બનતી હોવાથી આવી પ્રતિમાઓનું વિસર્જન પાણી અને પર્યાવરણને ભારે દુષિત કરે છે. તેથી જાગૃત નાગરિકો દ્વારા માટીના ઇકો ફ્રેન્ડલી શ્રીજીબાપ્પાની પ્રતિમાઓ બનાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જે મુજબ કાલોલ તાલુકાના કાતોલ ગામના બે જાગૃત યુવકો પાછલા પંદર વર્ષથી ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવાની પરંપરા નિભાવી રહ્યા છે.

કાલોલ તાલુકાના કાતોલ ગામના હાલમાં વ્યવસાયે એડવોકેટ હોવા છતાં દિવ્યરાજસિંહ પરમાર અને રવિરાજસિંહ પરમાર બન્ને તેમના મુર્તિઓ બનાવવાના રસ સાથે કોલેજકાળથી દર વર્ષે કોઈપણ તાલીમ કે પ્રશિક્ષણ વિના અંત:પરેણાની ભક્તિ, સુઝ અને કલાને આધારે ઈકો ફ્રેન્ડલી એવી માટીની મૂર્તિઓ બનાવતા હતા. આમ પર્યાવરણ જાગૃતિ હેઠળ ઈકો ફ્રેન્ડલી ભાવનાએ પાછલા પંદર વર્ષોથી બન્ને ભાઈઓ પ્રતિમા યોગ્ય ઘાસ, વાંસ અને માટીના ઉપયોગથી જાતે બનાવી દર વર્ષે ગામના રાજપુત ચોક ખાતે તેમની ઈકો ફ્રેન્ડલી મુર્તિની સ્થાપના કરી દશ દિવસનું આતિથ્યસભર ગ્રામજનો સાથે બાપ્પાની પુજા-અર્ચના સાથે ગણેશોત્સવ મનાવતા હતા.

આમ મારા ગણેશજી, ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પરંપરા સાથે બન્ને ભાઈઓએ સતત પાછલા પંદર વર્ષ સુધી ગ્રામજનો સાથે ગણેશોત્સવ મનાવે છે. જે અંતર્ગત આ વર્ષે કાલોલ શહેર અને બીજા ગામોના લોકો સુધી માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ લ્ઈ શકે તે હેતુથી કાલોલમાં ગાંધી પેટ્રોલપંપ ની સામે આવેલ પટેલ શો મિલની બાજુમાં નહીં નફો અને નહીં વ્યાપારના ઉમદા હેતુથી વ્યાજબી ભાવે ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ કરવાનું આયોજન કરેલ છે,

Most Popular

To Top