Gujarat

8 ડિગ્રીમાં ઠંડીમાં નલિયા ધ્રુજ્યું

શીત લહેરની અસર હેઠળ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીની અસર જોવા મળી છે. આજે કચ્છના નલિયામાં 8 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. નલીયાવાસીઓ 8 ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા હતા. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 17 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., ડીસામાં 14 ડિ.સે., વડોદરામાં 18 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે., વલસાડમાં 15 ડિ.સે., ભૂજમાં 14 ડિ.સે., નલિયામાં 8 ડિ.સે., અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે., રાજકોટમાં 16 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top