કહેવાતા વિશ્વગરુ દિવસમાં 16 કલાક કામ કરે છે,, ને દેશના 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે નોકરી નથી. મોંઘવારી નુ રામરાજ છે,, મફત અનાજના લાભાર્થીઓ 80 કરોડથી વધારે છે,, રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરિયાદો 11,000 થી વધુ છે,, નિવૃત્ત પ્રોફેસરો સાથે અન્યાય જગ જાહેર છે,, આંગણવાડીની મહિલાઓ નું આર્થિક શોષણ અવિરત પણે ચાલુ છે,, સ્થાનિક સત્તા મંડળના ભ્રષ્ટાચારની તો વાત કરવી એટલે દેશદ્રોહના ગુના બરાબર છે,, કોર્ટ કેશોની સંખ્યા પાંચ કરોડથી વધારે,, ખાનગીકરણના નામે ઉદ્યોગપતિઓને લાહણી છે,, જો આ ચર્ચા અસત્ય લાગે તો આ પાનાને ખમણ ખાવા ના ઉપયોગમાં લઈ લેજો,,
નવસારી – રાજન જોશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રેલ્વેનો જનરલ કોચ, અનુભવો નિઃસંકોચ.!
ઉનાળાનો પ્રવાસ એટલે એક કષ્ટદાયક છતાં ખાટામીઠા અનુભવોનો ભરપુર ખજાનો . એમાં પણ રેલ્વે સ્ટેશનની પરસેવે નીતરતી ભીડમાં તમે તમને સાચવી શકો તો ભયો ભયો ….! રેલ્વે મુસાફરીની એક આગવી વિશેષતા છે.તરેહતરેહની ચીજવસ્તુ વેચતા ફેરિયાઓના અવાજો અને ભીડના ઘોંઘાટની વચ્ચે ચાઈના મોબાઈલના સ્પીકરમાંથી તમને જુના ફિલ્મી ગીતો પણ સાંભળવા મળી જાય. હા,એ માટે તમે સેકંડ ક્લાસના આરક્ષણ વગરના મુસાફર હોવા જોઈએ. રેલવેની દુનિયા જ નીરાળી.સોયથી સંદુક સુધીની ચીજ વસ્તુ વેચતા ફેરિયા, એમને ધમકાવી રૂપિયાનો તોડ કરતાં હવાલદારો , શરૂઆતમાં જગ્યા માટે ઝઘડતાં અને પછી એકમેકને વહેંચીને નાસ્તો કરતાં યાત્રીઓ, માતાજીના નામે તાળી પાડી દાદાગીરીથી દસ રૂપિયા ખૂંચવી જતાં માસીબાઓ , બુટપોલીશ કરવાવાળા, કાનમાંથી મેલ કાઢી આપનારા કાનખોતરિયાઓ, ભરચક ભીડવાળા ડબ્બામાં મુસાફરને સામાનનીજેમ ધક્કેલી ૫૦ રુપિયા રળી લેતો કુલી … વાહ ! જીવનના અવનવા રુપરંગનો જાણે શંભુમેળો જ જોઈ લ્યો . વળાવીયાઓના ‘આવજો ‘,’સંભાળજો ‘ના અવાજો વચ્ચે વચ્ચે ચાર આંખોનું એકાકાર થવું .બધાનું પોતપોતાના સ્ટેશને ઉતરવું,નવા મુસાફરોનું ચડવું .જાણે જીવનનો સાક્ષાત્કાર…!
કીમ, સુરત – પ્રકાશ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.