National

ટૂલકિટ કેસ: ભાજપના સમર્થકના અરવિંદ કેજરીવાલ સામેના દાવા પડ્યા ખોટા, શું કેજરીવાલ લેશે આ પગલું?

સોશ્યલ મીડિયા (social media) ના આ યુગમાં ફેક ન્યૂઝ ( fake news) નો ટ્રેન્ડ ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે. દિલ્હીમાં થયેલી હિંસાના ટૂલ કીટ કેસ ( toolkit case) ને લઈને ઘણા વિવાદ ચાલી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal) ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે એક છોકરી સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફોટોગ્રાફમાં હાજર યુવતી નિકિતા જેકબ ( Nikta Jacob) છે, જેનો ટૂલ કીટ કેસમાં હાથ છે. જો કે, જ્યારે આ તસવીરની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ તસવીર નિકિતા જેકબની નથી પરંતુ આમ આદમી પાર્ટીની કાર્યકર અંકિતા શાહ ( Ankita Shah) ની છે. ઇન્ટરનેટ પર નિકિતા જેકબની તસવીર અને અંકિતા શાહના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા પણ તેની પુષ્ટિ થઈ છે.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ( Ashok Pandit) પહેલા આ તસવીર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. તેમણે આ તસવીર સાથે લખ્યું, “બધાને મળ્યા છે અરવિંદ કેજરીવાલ, એક નિર્દોષ 21 વર્ષીય મહિલા નિકિતા જેકબ જે દેશમાં અરાજકતા કરીને કાયદાથી બચવા ફરાર છે.” જોકે બાદમાં તેણે તેમનું ટ્વીટ ડિલીટ કર્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં તે સેંકડો વખત શેર થઈ ચૂક્યું છે. જણાવી દઇએ કે અશોક પંડિત અભિનેતા અનુપમ ખેરના ખૂબ સારા મિત્ર છે.

આમ આદમી પાર્ટીની કાર્યકર્તા અંકિતા શાહે 28 ફેબ્રુઆરી 2019 ના રોજ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ તસવીર પોસ્ટ કરી હતી. તેમણે એમ પણ લખ્યું કે, “આખરે હું મારા પ્રિય અરવિંદ કેજરીવાલને મળી.” આ પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે અશોક પંડિતે જે પોસ્ટ મૂકી હતી તે બનાવટી હતી. આમ આદમી પાર્ટીના સભ્ય અભિજિત દીપકે ( Abhijit Dipak) આ કેસમાં મુંબઈ પોલીસ પાસેથી અશોક પંડિત સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે કહ્યું, “અશોક પંડિત મારા મિત્રની તસવીરનો દુરુપયોગ કરી રહ્યા છે. તસ્વીરમાં જે છોકરી જોવા મળી છે તે નિકિતા જેકબ નથી પરંતુ મારી મિત્ર અંકિત શાહ છે.” આપના નેતા પ્રીતિ શર્મા મેનને એ પણ પૂછ્યું છે કે, અંકિતાના ફોટાનો દુરૂપયોગ કરવા બદલ અશોક પંડિત સામે કાર્યવાહી ન કરવી જોઈએ?

4 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે ખેડુતોના આંદોલનને સમર્થન આપવા વિદેશી હસ્તીઓના ટ્વીટ અંગેના વિવાદ વચ્ચે ‘ટૂલકીટ’ સંબંધિત કેસ નોંધ્યો હતો. 21 વર્ષીય કાર્યકર દિશા રવિને (Disha Ravi) બેંગલુરુથી દિલ્હી પોલીસની સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દિશા રવિ ફ્યુચર કેમ્પના મુખ્ય સભ્યોમાંની એક છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top